તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
વલસાડના ભીલડમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું: 2 મહિલા સહીત 12 લોકોની અટકાયત
ભીલાડ હાઇવે પર આવેલ હોટેલ ક્રિસ્ટલ ઇન હોટેલમાં કોલ સેન્ટર ચાલતું હતું: વિદેશી નાગરિકોનો સંપર્ક કરી છેતરપિંડી આચરવામાં આવતી

વલસાડના ભીલડમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. આઈજી ક્રાઈમની ટીમ દ્વારા કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે. ભીલાડ હાઇવે પર આવેલ હોટેલ ક્રિસ્ટલ ઇન હોટેલમાં કોલ સેન્ટર ચાલતું હતું. 2 મહિલા સહીત 12 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આ કોલ સેન્ટરમાંથી વિદેશી નાગરિકોનો સંપર્ક કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી. લોભામણી સ્કીમોની લાલચ આપી છેતરપીંડી આચરવામાં આવતી હતી. સ્થળ પરથી કોમ્પ્યુટર સહિત અન્ય દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
