તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
અમદાવાદના વિરાટ નગર પાસે બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કેસની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ
હિંમત રૂડાણીની હત્યાની સોપારી બિલ્ડર મનસુખે આપી હતી:મુખ્ય આરોપી મનસુખ સહિત 4 આરોપીની ધરપકડ થઇ: તમામ આરોપીના 20 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે

અમદાવાદના વિરાટ નગર પાસે બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કેસની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સૌંપવામાં આવી છે. જમીન અને પૈસાની લેતીદેતીમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કરી નાંખવામાં આવી હતી. હિંમત રૂડાણીની હત્યાની સોપારી બિલ્ડર મનસુખે આપી હતી. આ હત્યા કેસમાં મુખ્ય આરોપી મનસુખ સહિત 4 આરોપીની ધરપકડ થઇ ચુકી છે. આ તમામ આરોપીના 20 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદના ચકચારી બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપ હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને પપ્પુ મેઘવાલને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચે જ્યાંથી બિલ્ડરનો મૃતદેહ કારમાંથી મળ્યો હતો, તે સ્થળે આરોપીઓને લાવવામાં આવ્યા હતા. હત્યા બાદ આરોપીઓ કાર ત્યાં જ મૂકીને બાઇક પર ભાગી છૂટ્યા હતા.
અમદાવાદના ચકચારી બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં બન્ને આરોપીઓને કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યા હતા. હિંમત રૂડાણી હત્યા કેસમાં બન્ને આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને પપ્પુ મેઘવાલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કેસમાં મુખ્ય આરોપી જેકી ઉફે મનસુખ લાખાણીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કેસમાં મુખ્ય આરોપીને કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હજુ સુધી હત્યામાં વપરાયેલું હથિયાર શોધી શકી નથી અને તેની રિકવરી માટે વધુ તપાસ હાથ ધરી છે
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
