<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

દેડીયાપાડાના ચિકદા ગામની મોડેલ ડે સ્કૂલમા ભૌતિક સુવિધાના અભાવ બાબતે પ્રાંતને રજૂઆત

શાળા પાસે પોતાનું મકાન નથી, ઓરડા અને શિક્ષકોની અછત હોય બાળકો કંઈ રીતે ભણશે..? શું આ ગુજરાત મોડલ છે.?

( ભરત શાહ દ્વારા ) નર્મદા :દેડીયાપાડા તાલુકાના ચિકદા ગામ ખાતે આવેલ મોડેલ ડે સ્કૂલમા ભૌતિક સુવિધા બાબતે વિદ્યાર્થીઓ, વાલીઓ સહીત ગ્રામજનોએ દેડીયાપાડા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

  રજૂઆતમાં જણાવ્યા મુજબ ચાર વર્ગખંડો શાળાને ફાળવેલા છે, જેમાં એક વર્ગ મા ધોરણ. 12 વિજ્ઞાન પ્રવાહ, બીજા વર્ગખંડમાં ધોરણ.9, ત્રીજા વર્ગખંડમાં ધોરણ. 10 અને ચોથા વર્ગખંડમાં ઓફિસ કાર્યરત છે. જયારે ધોરણ. 6, 7 અને 8ના વિધાર્થીઓ મધ્યાહન સેડમાં બેસે છે. પ્રાર્થના સંમેલનમા તકલીફ પડતી હોવાથી પ્રાથમિક શાળાના વિધાર્થીઓ સાથે બેસે છે. શાળા 2014 થી કાર્યરત છે પરંતુ શાળા પાસે બિલ્ડિંગ જ ન હોવાથી બાળકો કંઈ રીતે ભણશે..? શું આ ગુજરાત મોડલ છે.? તેવા સવાલ રજૂઆત માં કર્યા હતા.
   વધુમાં જણાવ્યું કે ધોરણ. 6 થી 12 માં કુલ 87 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શાળામાં અગાઉ જ્ઞાન સહાયક શિક્ષકો હતા પરંતુ તેમની નિમણૂક થતા હાલ આ શાળામાં એકપણ શિક્ષક નથી માટે બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે. આ બાબતે વારંવાર રજુઆત કરવા છતાં કોઈજ નિરાકરણ આવ્યું નથી. માટે જો સાત દિવસમાં શિક્ષકોની ઘટ પૂરવામાં નહીં આવે તો પ્રાંત કચેરી પર વિધાર્થીઓ સાથે ધરણા પર બેસીશું જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ આ રજૂઆત માં આપી છે.
વર્ષ 2014માં બિલ્ડિંગ અને અન્ય સુવિધાઓ ઉભી કરવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી છે પરંતુ જે તે સમયે કામગીરી નહીં થતા અને હાલમાં મટીરિયલના ભાવ પણ બમણા થયા હોવાથી કોઈ જ કોન્ટ્રાકટર આ કામગીરી લેવા તૈયાર નથી જેના કારણે શાળા મકાન વિના ફક્ત ચાર ઓરડામાં હાલ શાળા કાર્યરત છે

(10:14 PM IST)