<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

ચિકાલી ફાટક પાસેથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે શખ્શોને પકડી પાડતી સાગબારા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલનાઓએ પ્રોહી. તેમજ જુગારની અસામાજિક પ્રવૃત્તિ વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સૂચના કરતા જિલ્લામા આ પ્રવૃત્તિ આચારનારા શખ્શો પર વોચ રાખી હોય જેમાં પી.આર.પટેલ નાયબ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ રાજપીપલા ડિવીઝન રાજપીપલાનાઓના માર્ગદર્શન હેઠળ પી.આર. ચૌઘરી પોલીસ સબ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસોએ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબારથી ભાવનગર લઇ જવાતો ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂના અલગ-અલગ નાની-મોટી બોટલો નંગ- ૩૦૭ જેની કુલ કિ.રૂ.૪૭,૨૫૦ના પ્રોહી. મુદ્દામાલ સાથે બે ઇસમો ને પકડી પાડી સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કર્યો છે.

પકડાયેલ આરોપી (૧) હિતેશભાઇ ઉર્ફે સુરસુર હિંમતભાઇ રાઠોડ (ઉ.વ.૨૫)( હાલ રહે. અમદાવાદ (નરોડા પાટીયા એરપોર્ટ રોડ સાઇ બાબા મંદિરની પાછળ) તા.જી.અમદાવાદ મુળ રહે.કુ.વાડા શિતળામાની ડેરી પાસે શેરી નં.૭ ભાવનગર તા.જીભાવનગર ) (૨) દિપકભાઇ નારણભાઇ દાઠીયા (ઉ.વ.૩૧ ) ( હાલ રહે. અમદાવાદ (નરોડા પાટીયા એરપોર્ટ રોડ સાઇ બાબા મંદિરની પાછળ) તા.જી.અમદાવાદ મુળ રહે.કુ.વાડા શિતળામાની ડેરી પાસે શેરી નં.૭ ભાવનગર તા.જી.ભાવનગર )ને પકડી પાડ્યા હતા.

(10:20 PM IST)