હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 16th September 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના જાસપુરમાં જગત જનનની મા ઉમિયાના દર્શન અને પૂજા- અર્ચન કર્યા
ઐતિહાસિક વિશ્વ ઉમિયાધામના 1551 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટનો કોંક્રિટ રાફ્ટના કાર્યારંભ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર જિલ્લાના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયાધામમાં ૧૧૫૧ ધર્મસ્તંભ પર ૯ લાખ ઘનફૂટના કોંક્રિટ રાફ્ટના કાર્યારંભના સાક્ષી બન્યા હતા. તેમણે મા ઉમિયાના નવનિર્મિત મંદિર બાંધકામનું પણ આ વેળાએ નિરીક્ષણ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક મા ઉમિયાનું મંદિર 1551 ધર્મસ્તંભ ઉપર આકાર લઈ રહ્યું છે. તેનું રાફ્ટ કાસ્ટિંગ સતત 3 દિવસ અર્થાત્ 72 કલાક સુધીમાં ભરવામાં આવશે.
આ અવસરે વિશ્વ ઉમિયાધામના ટ્રસ્ટીઓ, જાણીતા અભિનેતા વિવેક ઓબેરોય, દાતાઓ, સનિષ્ઠ કાર્યકર્તાઓ અને સામાજિક અગ્રણીઓ તેમની સાથે જોડાયા હતા.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
