<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

ભ્રષ્ટાચારના ગંભીર આરોપો બાદ ગુજરાત ફાર્મસી કાઉન્સિલના સભ્ય મોન્ટુ પટેલની હકાલપટ્ટી કરાઈ

મોન્ટુ પટેલ પર રૂપિયા 5,000 કરોડના કથિત ભ્રષ્ટાચારનો આરોપ : CBIએ તેમના નિવાસસ્થાન અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા : ભ્રષ્ટાચારના આ ગંભીર આરોપોને કારણે સરકારે કડક પગલું ભર્યું

 ગુજરાત સરકારે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો બાદ ગુજરાત ફાર્મસી કાઉન્સિલના સભ્ય મોન્ટુ પટેલની હકાલપટ્ટી કરી છે. મોન્ટુ પટેલ પર રૂપિયા 5,000 કરોડના કથિત ભ્રષ્ટાચારનો આરોપ છે. આ મામલે CBIએ તેમના નિવાસસ્થાન અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને તેમની સામે FIR પણ દાખલ કરી હતી. નોંધનીય છે કે, મોન્ટુ પટેલે દીવ અને દમણથી નોમિનેશન મેળવીને અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ભ્રષ્ટાચારના આ ગંભીર આરોપોને કારણે સરકારે આ કડક પગલું ભર્યું છે. આ નિર્ણય દ્વારા રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મક્કમ વલણ અપનાવ્યું છે. 

 

(11:58 PM IST)