તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
કડીના લોહર ગામ પાસે ડમ્પરની અડફેટે 14 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત
મૃતક બાળક, નેતૃત્ય ઠાકોર, પગપાળા પોતાના ઘરે જતો હતો ત્યારે ડમ્પરે અડફેટે લીધો :અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન છોડીને ફરાર

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. લોહર ગામ પાસે ડમ્પરની અડફેટે આવતા 14 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતક બાળક, નેતૃત્ય ઠાકોર, પગપાળા પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો
ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. બાવલું પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ડમ્પર ચાલકને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
