News of Wednesday, 17th September 2025
સુરતમાં LCB કોન્સ્ટેબલ અલ્પેશ પાલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો: ACBની સફળ ટ્રેપ
અલ્પેશ પાલે એક વોન્ટેડ આરોપીને પકડ્યા બાદ તેને માર ન મારવા અને કોર્ટમાં હાજર ન કરવા માટે ₹1 લાખની લાંચ માગી હતી

સુરતમાં પોલીસ વિભાગના એક કોન્સ્ટેબલ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના હાથે રંગેહાથ ઝડપાયા છે. આ કોન્સ્ટેબલનું નામ અલ્પેશ પાલ છે, જે લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)માં ફરજ બજાવતા હતા. અલ્પેશ પાલે એક વોન્ટેડ આરોપીને પકડ્યા બાદ તેને માર ન મારવા અને કોર્ટમાં હાજર ન કરવા માટે ₹1 લાખની લાંચ માગી હતી. આ અંગેની ફરિયાદ મળતા જ ACBએ છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન કોન્સ્ટેબલ અલ્પેશ પાલ લાંચની રકમ લેતા ઝડપાઈ ગયા હતા. ACBએ તેમની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને કારણે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
