<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

હિંમતનગર GIDC માં ભીષણ આગ : બ્રહ્માણી એગ્રો ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા અફરાતફરી

ધુમાડાના ગોટેગોટા બે કિલોમીટર દૂર સુધી જોવાયા : સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો

હિંમતનગરના GIDC વિસ્તારમાં આવેલી બ્રહ્માણી એગ્રો નામની દવા બનાવતી ફેક્ટરીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા બે કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગનું કારણ હજુ અકબંધ છે, અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તેની વિગતો પણ હજુ સામે આવી નથી.

(12:49 AM IST)