News of Wednesday, 17th September 2025
અમદાવાદના આનંદનગરમાં સગીરાનો આપઘાત આપઘાતનું કારણ અકબંધ: પોલીસ તપાસ શરૂ
મીનાક્ષી સિંઘ નામની એક સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી વિશાલ રેસીડેન્સીમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે. અહીં મીનાક્ષી સિંઘ નામની એક સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં સગીરાના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સગીરાએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે જાણવા માટે પ્રયાસો કરી રહી છે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
