News of Wednesday, 17th September 2025
પત્નીની હત્યા કરી લાશ દાટી દેનાર પતિને આજીવન કેદની સજા : દિયોદર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
કેસમાં સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આ કડક સજા સંભળાવી

બનાસકાંઠાના ભાભર તાલુકાના મેરા ગામમાં 2021માં થયેલી પત્નીની હત્યાના કેસમાં દિયોદર એડિશનલ સેશન કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી પતિ લક્ષ્મણ ઠાકોરને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.
આ કેસની વિગત મુજબ, આરોપી લક્ષ્મણે તેની પત્નીની હત્યા કર્યા બાદ તેની લાશને જમીનમાં દાટી દીધી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આ કડક સજા સંભળાવી છે, જે સમાજમાં એક દાખલો બેસાડશે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
