<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

સોના-ચાંદીના ભાવ સર્વોચ્ચ સ્તરે :10 ગ્રામ સોનુ 1.14 લાખ અને ચાંદી કિલોએ 1.31 લાખે પહોંચી

બુલિયન માર્કેટ ખુલતાની સાથે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો

સોનું ખરીદવા માંગતા લોકો એ ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે બુલિયન માર્કેટ ખુલતાની સાથે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. 

અમદાવાદમાં સોનાના ચાંદીના ભાવ ફરી આસમાને પહોચ્યા. 10 ગ્રામ સોનાના ભાવ ઓલટાઈમ હાઈ એટલે કે, 1,14,600 એ પહોચ્યાં છે.

જ્યારે 1 કિલો ચાંદીના ભાવ વધીને 1.31 લાખે પહોંચ્યો છે. સોનાના ભાવ એક જ દિવસમાં 1500 રૂપિયા વધીને ઓલ ટાઈમ હાઈ પહોચ્યો છે

સોના ચાંદી ભાવ આસમાને પહોચતા લગ્ન પ્રસંગે ખરીદી કરનાર વર્ગ ચિંતામાં મુકાયો છે

 

દેશના અલગ-અલગ શહેરમાં ભાવમાં તફાવત જોવા મળી શકે છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ફક્ત અમદાવાદ શહેરના ભાવ છે.

(12:58 AM IST)