News of Wednesday, 17th September 2025
ખેડૂત ખાતેદારનો કાયદો માત્ર ગુજરાત જેવા ત્રણ-ચાર રાજયમાં જ છેઃ તાકિદે નાબુદ કરાવવા વિનંતી
માનનીય શ્રી નરેન્દ્રભાઇ અને શ્રી અમિતભાઇ

સવિનય સાથ જણાવવાનું કે આપ પ્રજાના હિત માટે જાહેર જીવનમાં આપનું સર્ર્વસ્વ અર્પણ કરેલું છે. આપ ગરીબોના પ્રશ્નો માટે હંમેશા અગ્રેસર રહો છે. પ્રભુ આપને સદાય સુખમય, આયુષ્ય તથા જીંદગીમાં પ્રગતી કરાવે.
ખેડૂત ખાતેદારના કાયદાનો સરકારી તંત્ર, જમીનના દલાલ સરકારી તંત્ર, વકિલ અને ગુંડાતત્વો ખૂબ જ ગેરફાયદો ઉઠાવે છે. તે આ કાયદાનું જુદી ઘણી રીતે અર્થઘટન કરીને અનેક ગણો ફાયદો કરે છે. આ લોકો ખેડૂત ખાતેદાર પાસેથી બિવડાવી તથા બ્લેકમેઇલ કરીને જમીનના ૧૦% ૨૫% થી ૫૦% સુધી ભાગ અથવા રકમમાં લાખો કરોડો રૂપીયા પડાવે છે તે સહુ કોઇ જાણે છે. ખેડૂત ખાતેદારનો કાયદો ગુજરાત જેવા ૩-૪ રાજયમાં જ છે. તરત નાબુદ કરવો જોઇએ.
ખેડૂત ખાતેદારનો કાયદો ન હોય તો ખેડૂતની જમીનની વધારે કિંમત મળે.
કયારેક ભાયુભાગ પડતા નાના ખેતરની જગ્યા મળે ત્યારે આ નાની જગ્યામાં અદ્યતન સાધનો થકી નવી ટેકનોલોજીથી ખેતી કરવી પરવડે અથવા પોષાય નહીં. ખેડૂત ખાતેદારના કાયદો ન હોય તો બીજા સાથે મળી ખેતીના વર્ષમાં ત્રણ પાક લઇ શકે.
કોન્ટ્રાકટ ફામીઁગ કરાવીને કઠોળ, અનાજ, શાકભાજી વિગરેનું પુષ્કળ ઉત્પાદન કરીને અમેરિકાના ટેરીફને ટકકર મારીને નવી તક મેળવી શકે. શેરડી અને કપાસનું પુષ્કળ ઉત્પાદન લઇને બાંગ્લાદેશ, પાકિસ્તાન સાથ ટેરિફની લીધે હરીફાઇ કરી શકીએ.
ખેડૂત ખાતેદારનો કાયદો નાબૂદ કરીને સરકારી તંત્રનો વધુ લોક ઉપયોગી કાર્ય કરી શકે અને લોકોના પૈસા તથા રકમનો બગાડ અટકાવી શકાય. કોર્ટ ઉપરનું ભારણ ઓછુ કરી શકાય. આવા અનેક ખેડૂતોને ફાયદો થઇ શકે.
શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, શ્રી અમીતભાઇ શાહ સાહેબ, શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબના સ્વપ્નનું નંદનવન બનાવી શકાય.
ભારતના લાચાર નાગરિકોની વ્યથા ગુજરાતના રહેવાસીઆ
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
