<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

આગામી સાત દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદની શકયતા

દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમારની આગાહી: મેઘરાજા સપ્ટેમ્બરના અંત સુધીમાં મેઘમહેર વરસાવી શકે

અમદાવાદ : ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઇ ગઇ છે. જો કે છતાં આગામી સાત દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળશે મુશળધાર વરસાદ. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમારની આગાહી છે. આમ તો સૌરાષ્ટ્રને બાદ કરતા તમામ ઝોનમાં 100 ટકા વરસાદ વરસી ગયો છે. જો કે છતાં લાગે છે કે મેઘરાજા સપ્ટેમ્બરના અંત સુધીમાં મેઘમહેર વરસાવી શકે છે.

રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય ક્યારે થશે. આ સવાલનો જવાબ પણ સામે આવી ગયો છે. ગુજરાતના ડીસા અને ભુજમાંથી ચોમાસાની વિદાય થવાનું શરૂ થઈ ગયું છે,પરંતુ અન્ય જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે

દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે. કચ્છમાં હવામાન સુકૂં છે જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે. હાલમાં રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે અને ગુજરાતમાં પણ ચોમાસાની વિદાયની તૈયારી છે. આગામી દિવસોમાં મુંબઈ, થાણે અને વિદર્ભમાં વરસાદની આગાહી છે તેથી દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે. પૂર્વ વિદર્ભ અને પડોશના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ સુધી અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે દક્ષિણ-પશ્ચિમ દિશામાં આગળ વધે છે.

 


 

(12:57 PM IST)