<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ગુજરાતને સમગ્ર દેશનું રોલમોડેલ બનાવનાર આર્ષદ્રષ્‍ટા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવતા ભાનુબેન બાબરીયા

 

રાજકોટ : ભારતના આર્ષદ્રષ્‍ટા અને પ્રજાવત્‍સલ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને ૭૫માં જન્‍મ દિવસ નિમિતે રાજકોટ ૭૧ ગ્રામ્‍ય વિધાનસભાના ધારાસભ્‍ય અને રાજયના કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ શુભેચ્‍છા પાઠવી તેમના દીર્ઘાયુષ્‍ય, સદા સારા સ્‍વાસ્‍થ્‍ય અને અખુટ ઉર્જા માટે પ્રાર્થના કરી હતી. તેઓએ જણાવેલ કે નરેન્‍દ્રભાઇએ પોતાના દ્રઢ સંકલપ, અવિરત પરિશ્રમ અને સેવાભાવી જીવન દ્વારા માત્ર ભારતને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને પ્રગતિ, વિકાસ અને નવી દિશા બતાવી છે.  તેમની પ્રેરણાદાયી નેતાગીરીથી દેશના તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. આધુનિક ભારતના શિલ્‍પી અને વિશ્વનેતા તરીકે ખ્‍યાતિ પામનાર આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશના વિકાસની ગૌરવયાત્રા રાજકોટથી શરૂ કરી સમગ્ર ગુજરાતને આજે સમગ્ર ભારતનું રોલમોડેલ બનાવ્‍યુ છે. ત્‍યારે આજે તેમના જન્‍મ દિવસે સમગ્ર દેશ ગૌરવ અનુભવે છે. તેમ જણાવી ભાનુબેન બાબરીયાએ જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી હતી.

(2:09 PM IST)