<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સેવા પખવાડીયાની ઉજવણીઃ કાલે ૨૦૦૦ વિદ્યાર્થીઓ રેટીયો કાંતશે

 

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ૭૫માં જન્‍મદિવસ નિમિત્તે ૧૭ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓક્‍ટોબર મહાત્‍મા ગાંધીજીના જન્‍મદિવસ દરમિયાન સેવા પખવાડિયાની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. આ અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં પણે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કમપ્‍યુટર વિભાગ દ્વારા sEVA - Sevak Entry & Visitor Appointment (સેવા) એપ્‍લિકેશન લોન્‍ચ કરવામાં આવી રહી છે. આ એપ્‍લિકેશન દ્વારા ગૂજરાત વિદ્યાપીઠના કર્મચારીઓ એકબીજા સાથે મીટિંગનું આયોજન કરી શકશે. ખામ વાત એ છે કે ગૂજરાત વિદ્યાપીઠ આ કાર્યક્રમમાં રાજ્‍યની સહભાગી યુનિવર્સિટીઓને આ એપ્‍લિકેશન વિનામૂલ્‍યે ઉપલબ્‍ધ કરાવશે.

ગૂજરાત વિદ્યાપીઠના કમ્‍પ્‍યુટર વિભાગ અને કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર દેથલી (ખેડા)ના સંયુક્‍ત ઉપક્રમે હેન્‍ડસ ઓન જનરેટિવ એ.આઈ.  એન્‍હેન્‍સિંગ નોલેજ એડવાઇઝરી એન્‍ડ પ્રોડક્‍ટિવિટીૅ વિષયક બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ વર્કશોપનો ઉદઘાટન સમારોહ આજે ૧૭ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૫ના રોજ સવારે અમદાવાદ સ્‍થિત આદિવાસી પરિસંવાદ ખંડ, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાએલ.  આ પ્રસંગે કાર્યક્રમની અધ્‍યક્ષતા ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડો. હર્ષદ પટેલ કરશે.

કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે ડો. અનીશ ચિનુભાઈ બેરોનેટ, ચીફ ટેકનોલોજી ઓફિસર, એમેનેક્‍સ ઇન્‍ફોટેકનોલોજીઝ, અમદાવાદ ઉપસ્‍થિત રહેલ.

આજે સાંજે ૪ વાગ્‍યે વિકાસ વિભાગ ખાતે વિશ્વકમાં દિવસ નિમિત્તે પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પૂજન ગૂજરાત વિદ્યાપીઠના  કુલપતિશ્રી ડો. હર્ષદ પટેલના હસ્‍તે કરવામાં આવશે.

ગૂજરાત વિદ્યાપીઠનો વિકાસ વિભાગ (વિશ્વકર્મા ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ કૌશલ એન્‍ડ સ્‍વાવલંબન - સ્‍ત્‍ધ્‍ખ્‍લ્‍) વિદ્યાર્થિઓમાં કુશળતા, સ્‍વાવલંબન અને આત્‍મનિર્ભરતા વિકસાવવા માટે કાર્યરત છે. વિવિધ તાલીમાત્‍મક પ્રવૃત્તિઓ, કુશળતા વિકાસ કોર્સ અને પ્રોજેક્‍ટ આધારિત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને આત્‍મવિશ્વાસી અને વ્‍યવસાયિક જીવન માટે તૈયાર કરવાની જવાબદારી વિકાસ વિભાગ નિભાવતું આવ્‍યું છે.

આ પૂજન માત્ર ધાર્મિક વિધિ પૂરતું ન રહી, પરંતુ વિકાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્‍ય વિકાસ અને સ્‍વાવલંબન તરફ દોરી જતી સતત કામગીરીનું પ્રતીકરૂપ પણ સાબિત થશે.

સેવા પખવાડિયૉ અંતર્ગત ૧૮ સપ્‍ટેમ્‍બર, સવારે ૮ થી ૯ વાગ્‍યા સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્‍ટ ખાતે ૅરેંટિયાબારસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે લગભગ ૨૦૦૦ વિદ્યાર્થીઓ સામૂહિક રીતે કાંતણ કરશે.

આ કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે રાજ્‍યના ગ્રામ ઉદ્યોગ, ખાદી અને ગ્રામિણ ઉદ્યોગ વિભાગના માનનીય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્‍થિત રહેશે.

(2:10 PM IST)