હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુબઇથી લાખો રૂપિયાનું સોનુ ગુજરાતમાં ઘુસાડવાના ઇન્ટરનેશનલ રેકેટનો સુરત sog દ્વારા પર્દાફાશ
સોનાની પેસ્ટ બનાવી તેમાં, સ્પેશ્યલ કેમિકલ મિક્સ કરી, કેમિકલયુક્ત સોનુ લિક્વિડ ફોર્મમાં લાવી, ટ્રોલી બેગની બહાર સાઇડ રબ્બર અને રેકઝિન વચ્ચે સ્પ્રે લગાડી નવું પડ ઊભું કરવામાં આવે છે સિકયુરિટીમાં પણ ન પકડાઈ તે રીતે વાયા સુરત (ગુજરાત) રાજ્યમાં સોનુ ઘૂસી રહ્યાનું અનુપમસિંહ ગેહલોતની આશંકા ફરી સાચી ઠરી સીપીની શંકા ગંભીરતાથી લેવા સાથે ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરી ટીમે દુબઈ સુધી જાળ બીછાવી અને અશકયને અદભુત રીતે શકય કરી બતાવ્યું

રાજકોટ, તા.,૧૭ : દુબઇથી મોટા પ્રમાણમાં ગુજરાતમાં વાયા સુરત સોનુ ઘુસાડવામાં આવી રહ્યાની આશંકા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને ફરી જાગતા ભૂતકાળમાં આ રેકેટનો sog ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પર્દાફાશ કરી ચૂકેલ sog પીઆઇ અશોક ચોધરી સમક્ષ આશંકા વ્યકત થતા આ બાબતો ખરાઈ કરવા વિવિધ ટીમો બનાવી મેદાનમાં ઉતારતા ૨૬ લાખથી વધુ રકમના સોના સાથે એક વ્યક્તિને સકંજામાં લીધો છે.
આપેલ સુચના અનુસાર નાયબ પોલીસ કમિશ્રર શ્રી રાજદિપસિંહ નકુમ સા. એસ.ઓ.જી.નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
ઉપરોક્ત સુચના અંતર્ગત પોલીસ ઇન્સપેક્ટર નાઓએ અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં ભારત સરકારશ્રીની કસ્ટમ એકસાઈઝની ડયુટી ભરવી ન પડે તે માટે ચોરી છુપીથી એનકેન પ્રકારે ઈમીગ્રેશન સિકયુરીટીમાંથી પસાર થઈ ગે.કા. રીતે સોનુ ઘુસાડતી ટોળકીને આઈડેન્ટીફિકેશન કરવાના પ્રયત્નો હાથ ધરેલ. આ દરમ્યાન એસ.ઓ.જી.ના PI એ.પી.ચૌધરી નાઓને એક ટોળકી વિશે માહિતી મળેલ જેમા આ ટોળકી તેના કેરીયરોને દુબઈ ખાતે મોકલી ત્યાંના વેપારીઓ દ્વારા સોનાની અંદર કેમીકલ મિક્સ કરી સ્પ્રે છંટકાવ કરી તેને બેગની અંદર ચિપકાવી દેવામા આવે છે. જેથી તે સોનાને એરપોર્ટ ઉપર ઇમીગ્રેશન સિકયુરીટી ચેકીંગમાં ખબર ન પડે તે રીતે સોનાને દુબઈથી દાણચોરી કરવામાં આવી રહેલ છે જેમાં એક વ્યક્તિ દુબઈ ખાતેથી સોનુ બેગમાં છુપાવી દાણચોરી કરી અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરી ત્યાંથી અન્ય ઇસમ રેલ્વે મારફતે સોનાની ડીલેવરી આપવા સુરત ખાતે આવનાર છે. જે બાતમી આધારે એસ.ઓ.જી..ના અધિકારી/માણસો સુરત રેલ્વે સ્ટેશન સામે રૂપા રેસ્ટોરન્ટની સામે જાહેર રોડ ઉપર વોચ ગોઠવી દુબઇથી સોનાની દાણચોરી કરી લાવેલ આરોપી ભાવીક પ્રવિણભાઈ કાતરીયા ઉ.વ.૨૨ રહે. ફલેટ નંબર-૩૦૪/એ, મહેક રેસીડેન્સી હરીદર્શનનો ખાડો ડભોલી સુરત મુળગામઃ- સીંધીન તાતડીયા તા.મહુવા.જી.ભાવનગર વાળાને ઝડપી પાડી તેઓ પાસે રહેલ એક ટ્રોલી બેગની ઝીણવટ ભરી રીતે ઝડતી કરતા ટ્રોલી બેગની સાઇડમાં રેકજીનની નીચે સ્પ્રે વડે કેમીકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલ સોનાના પાવડરનું વજન ૨૩૯.૫૦૦ ગ્રામ કિ.રૂ., ૨૬,૩૪,૫૦૦/- નો ઝડપી પાડી અન્ય મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ., ૨૭,૦૫,૫૦૦ /- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
sog પીઆઇ અશોક ચોધરી ટીમ દ્વારા આ પ્રકારનું રેકેટ અને આ મોડેસ ઓપરેન્ડીથી ચાલતા રેકેટનો બીજી વખત પર્દાફાશ કરેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
