<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

“IITE એ ઉજવ્‍યો વડાપ્રધાન મોદીજીના ૭૫ વર્ષનો ઉત્‍સવ - ૭૫ હેલ્‍ધી વાનગીઓ, ૭૫ સ્‍મળતિઓ, ૭૫ વળક્ષો

ગાંધીનગર, તા., ૧૭ : ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ ટીચર એજ્‍યુકેશન (IITE) ખાતે આજે ભારતના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ૭૫મા જન્‍મદિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ૅ૭૫ૅ ની થીમ પર આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જે પ્રધાનમંત્રીજીના દેશ માટેના અદ્ભુત યોગદાનને સમર્પિત હતા. IITE ના માનનીય કુલપતિ પ્રોફેસર આર.સી. પટેલ ના દિશા નિર્દેશ પ્રમાણે સમગ્ર કાર્યક્રમ મોદીજીના સેવા, સ્‍વાસ્‍થ્‍ય અને સમર્પણ ને  સમર્પિત રહ્યો. આ ભવ્‍ય ઉજવણીમાં અતિથિ તરીકે ચિલ્‍ડ્રન રીસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. ટી.એસ. જોશી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ ઉજવણીના ભાગરૂપે, આઈ.આઈ.ટી.ઈ. પરિસરમાં ૅઅમળત સ્‍મળતિ યાત્રૉ નામથી ૭૫ મીટર લાંબુ એક ભવ્‍ય બેનર પ્રદર્શિત કરવામાં આવ્‍યું હતું. આ બેનરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જીવનના પ્રવાસ દરમિયાન તેમને કરેલ પ્રયાસના ફળસ્‍વરૂપે પ્રાપ્ત થયેલ પ્રકાશનું નિરૂપણ કરતી એક સ્‍મરણ યાત્રા પ્રદર્શિત કરેલ. આ બેનર પર સંસ્‍થાના તમામ સ્‍ટાફ અને વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીજીને જન્‍મદિવસની શુભકામનાઓ લખી હતી.

આ ઉપરાંત, ૅઅમળત વળક્ષૅ ના સંકલ્‍પને સાકાર કરતા ૭૫ વળક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું. સંસ્‍થાના વિદ્યાર્થીઓ, અધ્‍યાપકો અને કર્મચારીઓએ ઉત્‍સાહભેર ભાગ લઈને પર્યાવરણ સંરક્ષણ પ્રત્‍યેની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી.

ઉજવણીના સમાપન રૂપે, ૅએક ફૂડ કાર્નિવલ ઑફ ઑઈલ લેસ, સોલ્‍ટ લેસ, સુગર લેસ ૭૫ ડિશીસ બાય આઈ.આઈ.ટી.ઈ.અન્‍સૅ શીર્ષક હેઠળ ૭૫ પૌષ્ટિક વાનગીઓનો ફૂડ ફેસ્‍ટિવલ યોજાયો. આ ફૂડ ફેસ્‍ટિવલ પ્રધાનમંત્રીજીના ૅસ્‍વસ્‍થ ભારતૅ ના સંકલ્‍પને મૂર્તિમંત કરતો હતો, જેમાં ઓછું તેલ, ઓછું મીઠું અને ઓછી ખાંડ ધરાવતી વાનગીઓના સ્‍ટોલ્‍સ રાખી અને પ્રદર્શિત કરવામાં આવી હતી અને એકદમ કિફાયતી કિમતમાં તેનું વેચાણ કરાયું જેનો સંપૂર્ણ નફો વિદ્યાર્થીઓએ સ્‍ટાર્ટઅપ ના પ્રતિક રૂપે મેળવેલ હતો. આઈ.આઈ.ટી.ઈ. ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કેટલીક લોકપ્રિય અને આરોગ્‍યપ્રદ વાનગીઓમાં સાત્‍વિક મોમો (Satvik mંળં), મૂંગ દાળ ચિલ્લા (Moong dal chilla), પોહા વિથ સ્‍પ્રાઉટ્‍સ (Poha with sprouts), મિશ્ર અનાજ સુન્‍દલ (Mixed grains sundal), મુઠિયા ઢોકળા (Muthiya dhokla), સ્‍પ્રાઉટ્‍સ ચાટ (Sprouts Chaat), હેલ્‍ધી જ્‍યુસ (Healthy Juices) અને હેલ્‍ધી હાર્ટ (Healthy Heart) જેવી વાનગીઓનો સમાવેશ થતો હતો, જેણે સૌનું ધ્‍યાન ખેંચ્‍યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને ઉપસ્‍થિત સૌએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીને જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી, તેમના દીર્ઘાયુ અને તંદુરસ્‍ત જીવનની કામના કરી.

IITE ના માનનીય કુલપતિ પ્રોફેસર આર.સી. પટેલ, રજીસ્‍ટ્રારશ્રી ડૉ. અનિલ વરસાત, સેન્‍ટર ઑફ એજ્‍યુકેશનના ડાયરેક્‍ટરશ્રી ડૉ. પ્રેરણા શેલત. ડો. મુકેશ પટેલ, તેમજ HoD  અને સમિતિના સભ્‍યો,  ડૉ. મેહુલ દવે, ડૉ. રાજેશ રાઠોડ, ડૉ. દીપકુમાર ત્રિવેદી, ડૉ. ભાવેશ રાવલ, શ્રી જતિન ચાવડા, શ્રી અમિત શીંગાળા  ડૉ. દિપ્તિ ખન્ના , ડો. અર્ચના પટેલ, ડો. કુંજન શાહ, ડો. જ્‍યોતિ રાવલ, ડો. મેઘા તડવી, શ્રી જતીન ભટ્ટ, ડો.નિશાંત જોશી,  સહિત સંસ્‍થાના અધ્‍યાપકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:04 PM IST)