<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ગાંધીનગરમાં"IITE એ ઉજવ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫ વર્ષનો ઉત્સવ -૭૫ : હેલ્ધી વાનગીઓ, ૭૫ સ્મૃતિઓ, ૭૫ વૃક્ષો,” : આઈ.આઈ.ટી.ઈ. પરિસરમાં "અમૃત સ્મૃતિ યાત્રા* નામથી ૭૫ મીટર લાંબુ એક ભવ્ય બેનર પ્રદર્શિત કરવામાં આવ્યું

. IITE ના કુલપતિ પ્રોફેસર આર.સી. પટેલ ના દિશા નિર્દેશ પ્રમાણે ફૂડ ફેસ્ટિવલ પ્રધાનમંત્રીજીના "સ્વસ્થ ભારત' ના સંકલ્પને મૂર્તિમંત કરતો જેમાં ઓછું તેલ, ઓછું મીઠું અને ઓછી ખાંડ ધરાવતી વાનગીઓના સ્ટોલ્સ રાખી અને પ્રદર્શિત કરવામાં આવી અને એકદમ કિફાયતી કિમતમાં તેનું વેચાણ કરાયું

ગાંધીનગર તા. ૧૭

 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE) ખાતે આજે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે "૭૫" ની થીમ પર આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રધાનમંત્રીજીના દેશ માટેના અદ્ભુત યોગદાનને સમર્પિત હતા. IITE ના કુલપતિ પ્રોફેસર આર.સી. પટેલ ના દિશા નિર્દેશ પ્રમાણે સમગ્ર કાર્યક્રમ મોદીજીના સેવા, સ્વાસ્થ્ય અને સમર્પણ ને સમર્પિત રહ્યો. આ ભવ્ય ઉજવણીમાં અતિથિ તરીકે ચિલ્ડ્રન રીસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉજવણીના ભાગરૂપે, આઈ.આઈ.ટી.ઈ. પરિસરમાં "અમૃત સ્મૃતિ યાત્રા* નામથી ૭૫ મીટર લાંબુ એક ભવ્ય બેનર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ બેનરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનના પ્રવાસ દરમિયાન તેમને કરેલ પ્રયાસના ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલ પ્રકાશનું નિરૂપણ કરતી એક સ્મરણ યાત્રા પ્રદર્શિત કરેલ. આ બેનર પર સંસ્થાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીજીને જન્મદિવસની શુભકામનાઓ લખી હતી.

આ ઉપરાંત, "અમૃત વૃક્ષ" ના સંકલ્પને સાકાર કરતા ૭૫ વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. સંસ્થાના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

ઉજવણીના સમાપન રૂપે, "એક ફૂડ કાર્નિવલ ઑફ ઑઈલ લેસ, સોલ્ટ લેસ, સુગર લેસ ૭૫ ડિશીસ બાય આઈ.આઈ.ટી.ઈ. અન્સ* શીર્ષક હેઠળ ૭૫ પૌષ્ટિક વાનગીઓનો ફૂડ ફેસ્ટિવલ યોજાયો. આ ફૂડ ફેસ્ટિવલ પ્રધાનમંત્રીજીના "સ્વસ્થ ભારત' ના સંકલ્પને મૂર્તિમંત કરતો હતો, જેમાં ઓછું તેલ, ઓછું મીઠું અને ઓછી ખાંડ ધરાવતી વાનગીઓના સ્ટોલ્સ રાખી અને પ્રદર્શિત કરવામાં આવી હતી અને એકદમ કિફાયતી કિમતમાં તેનું વેચાણ કરાયું જેનો સંપૂર્ણ નફો વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ ના પ્રતિક રૂપે મેળવેલ હતો. આઈ.આઈ.ટી.ઈ. ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કેટલીક લોકપ્રિય અને આરોગ્યપ્રદ વાનગીઓમાં સાત્વિક મોમો (Satvik momo), મૂંગ દાળ ચિલ્લા (Moong dal chilla), પોહા विथ स्प्रट्स (Poha with sprouts), मिश्र अना सुन्६८ (Mixed grains sundal), मुठिया ढोडला (Muthiya dhokla), સ્પ્રાઉટ્સ ચાટ (Sprouts Chaat), હેલ્ધી જ્યુસ (Healthy Juices) અને હેલ્ધી હાર્ટ (Healthy Heart) જેવી વાનગીઓનો સમાવેશ થતો હતો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને ઉપસ્થિત સૌએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી, તેમના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવનની કામના કરી.

IITE ના માનનીય કુલપતિ પ્રોફેસર આર.સી. પટેલ, રજીસ્ટ્રારશ્રી ડૉ. અનિલ વરસાત સેન્ટર ઑફ એજ્યુકેશનના ડાયરેક્ટરશ્રી ડૉ. પ્રેરણા શેલત. ડો. મુકેશ પટેલ, તેમજ HoD અને સમિતિના સભ્યો, ડૉ. મેહુલ દવે, ડૉ. રાજેશ રાઠોડ, ડૉ. દીપકુમાર ત્રિવેદી, ડૉ. ભાવેશ રાવલ,  જતિન ચાવડા,  અમિત શીંગાળા ડૉ. દિપ્તિ ખન્ના, ડો. અર્ચના પટેલ, ડો. કુંજન શાહ, ડો. જ્યોતિ રાવલ, ડો. મેઘા તડવી, શ્રી જતીન ભટ્ટ. ડો. નિશાંત જોશી, સહિત સંસ્થાના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:59 PM IST)