તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 17th September 2025
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગર બસ ડેપો ખાતે સ્વચ્છતા ઝુંબેશમાં શ્રમદાન કર્યું
પૂજ્ય બાપુના સ્વચ્છતા મહામંત્રને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જન જન સુધી પહોંચાડ્યો છે: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

ગાંધીનગર: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગરના પથિકાશ્રમ બસ ડેપો ખાતે સઘન સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું. આ અભિયાનમાં ધારાસભ્ય રીટાબેન પટેલ તથા અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ૭૫માં જન્મદિનની સમગ્ર ગુજરાતની જનતા વતી શુભેચ્છાઓ પાઠવી અધ્યક્ષ ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય ગાંધીબાપુએ સ્વચ્છતાનો મહામંત્ર ભારતવાસીઓને આપ્યો હતો ,જેને જન જન સુધી પહોંચાડવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વ પહેલ કરી લોક જાગૃતિ લાવી છે.આજે આ ઝુંબેશ મહા જનઅભિયાન બન્યું છે. આજે ભારતવાસીઓને અનુભવાય છે કે," સ્વચ્છતામાં રહેવું એ આપણો અધિકાર છે, સ્વચ્છ રહેવું અને જાહેર સ્વચ્છતા જાળવી રાખવી આપણી જવાબદારી છે. "
પ્રધાનમંત્રીએ ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સરકારના માધ્યમથી અનેક આયામો કર્યા, અનેક લોકજાગૃતિના કાર્યો કર્યા. તેમના બેટી બચાવો અભિયાન, શિક્ષણમાં શાળા પ્રવેશોત્સવ, જળસંચય, વૃક્ષારોપણમાં "એક પેડ માં કે નામ", સ્વચ્છતા તેમજ સ્વદેશીપણાના વિચારોને પ્રજા માનસે અભિયાનરૂપે ઉપાડી લીધા. ત્યારે આવા યશસ્વી પ્રધાનમંત્રીને જન્મદિને માં જગદંબા દીર્ઘાયુષ્ય આપે તેમજ " शतम् जीवेम शरदः" તેમના માટે સાચા અર્થમાં સાર્થક થાય તેવી શુભેચ્છા અધ્યક્ષએ પાઠવી હતી.
આ અભિયાનમાં ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા જાળવવાના અને અઠવાડિયામાં દર બે કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરવા સંકલ્પ કર્યો હતો.
સ્વચ્છોત્સવ અભિયાનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ, શાસક પક્ષના નેતા અનિલ વાઘેલા, મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલા, નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા બહોળી સંખ્યામાં કર્મચારીઓ, સફાઈ કામદારો જોડાયા હતા
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
