<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

સુરત જિલ્લા LCB એ એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો: એક ઝડપાયો : બે વોન્ટેડ જાહેર

5.80 લાખનો વિદેશી દારૂ, એમ્બ્યુલન્સ ,રોકડા,મોબાઈલ મળી કુલ 15.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરત જિલ્લા LCB એ એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કામરેજના ધોરણ પારડી ગામ નજીક નાકાબંધી કરી પોલીસે વિદેશી દારૂ ભરેલ એમ્બ્યુલન્સ ઝડપી લીધી હતી. એમ્બ્યુલન્સનો ચાલક ગુપ્ત ચોરખાનું બનાવી વિદેશી દારૂ ભરી કામરેજથી વડોદરા તરફ જઈ રહ્યો હતો. 5.80 લાખનો વિદેશી દારૂ, એમ્બ્યુલન્સ ,રોકડા,મોબાઈલ મળી કુલ 15.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એમ્બ્યુલન્સ ચાલક સંદીપ શુક્લાને ઝડપી અન્ય બેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. એમ્બ્યુલન્સ કોઈ હોસ્પિટલની છે કે પછી દારૂની ખેપ મારવા બુટલેગરો એ કીમિયો અપનાવ્યો એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(7:13 PM IST)