તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Wednesday, 17th September 2025
અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હત્યાના બનાવનો આરોપી ઝડપાયો
વાહનો અથડાઈ જતા ઉગ્ર ઝઘડો થતા હેમંતે ઉશ્કેરાઈ જઈને હરેશને ચાકુ મારી દીધું

અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હત્યાના બનાવનો આરોપી ઝડપાયો છે. હેમંત વાઘેલા અને હરેશ પરમાર નામના વ્યક્તિ વચ્ચે, વાહન અથડાવવા મુદ્દે ઝઘડો થયો હતો. પટેલ મીલ ત્રણ રસ્તા પાસે બંનેના વાહનો વચ્ચે થયો હતો અકસ્માત. હેમંત અને હરેશ એકબીજા સાથે અથડાઈ જતા ઉગ્ર ઝઘડો થયો હતો. ઝઘડાને કારણે હેમંતે ઉશ્કેરાઈ જઈને હરેશને ચાકુ મારી દીધું હતું. ઇજાગ્રસ્ત હરેશને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત હરેશનું મોત નીપજ્યું. પોલીસે હેમંત વાઘેલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
