તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
વ્યાજે લીધેલ નાણાંની અવેજમાં મકાન પોતાના નામે કરી લેનાર શખ્શ પાસેથી રિવર્સ દસ્તાવેજ કરવામાં મદદ કરતી અરવલ્લી જિલ્લા પોલીસ :જુઓ વિડીયો
ગૃહમંત્રીની સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેતાળ અરવલ્લી પોલીસે બન્ને પક્ષોને સમજાવટ કરાવી કૃપાબેનને મકાનનો રિવર્સ દસ્તાવેજ કરાવી અપાવ્યો

ગાંધીનગર : વ્યાજે લીધેલ નાણાની અવેજમાં જામીનગીરી પેટે મુકેલ મકાન ભોગ બનનારને અંધારામાં રાખી મકાન પોતાના નામે કરી લેનાર ઇસમ પાસેથી ભોગ બનનારને પોતાના મકાનનો રીર્વસ દસ્તાવેજ કરી આપવામાં અરવલ્લી જિલ્લા પોલીસે મદદ કરી હતી
સને ૨૦૨૧-૨૦૨૨ની સાલમાં ભોગ બનનાર કૃપાબેન કનૈયાલાલ જોષી( રહે.પાવનસીટી મોડાસા) નાઓને તેઓની જ પાવનસીટી સોસાયટીમાં રહેતા મુકેશભાઈ રામલાલ સીંધીનાઓ સાથે પરીચય થતાં કૃપાબેનને તેઓના ભાઈને વિદેશ જવા સારૂ અઠ્ઠાવીસ લાખ રૂપીયાની જરૂરીયાત ઉભી થતાં આ મુકેશભાઈ રામલાલ સીધીનાઓએ અઠ્ઠાવીસ લાખ રૂપીયા વ્યાજે આપેલ પરંતુ આ મુકેશભાઈ રામલાલ સીધીનાઓએ કૃપાબેન કે જેમના પતિ વિદેશ રહેતા હોઈ તેમજ તેમના માતાપિતા પણ વયોવૃધ્ધ હોય તેનો લાભ લઈ મુકેશભાઈ રામલાલ સીંધીએ અઠ્ઠાવીસ લાખ રૂપીયા વ્યાજે આપેલ તેની જામીનગીરી પેટે કબ્જા વગરનો બાનાખત ક૨વો પડશે તેમ કહી કૃપાબેનની માલીકીનો પાવનસીટી મોડાસા ખાતે આવેલ મકાનનો દસ્તાવેજ કૃપાબેનને અંધારામાં રાખી પોતાના નામે કરી લીધેલાનું કૃપાબેનને જાણ થયેલ તે પછી કૃપાબેને પોતાની રીતે આ મુકેશભાઈ સીંધીને તેઓની પાસેથી વ્યાજે લીધેલ રૂ.૨૮,૦૦,૦૦૦/- વ્યાજ સહીત પરત આપવાની વાત કરેલ તેમ છતાં મુકેશભાઈ સિંધીએ કૃપાબેનને તેઓનું મકાન આજદિન સુધી પરત આપેલ નહી
જેથી આ કૃપાબેને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરનાઓનો સંપર્ક ક૨તાં માન.ગૃહમંત્રીનાઓની સુચના અનુસાર અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી પોલીસે મધ્યસ્થી કરી બંને પક્ષોને સમજાવટ ક૨તાં કૃપાબેન તથા મુકેશભાઈ સીંધી વચ્ચે સમાધાન થતાં કૃપાબેનનુ મકાન આ મુકેશભાઈ સીંધીએ પરત આપી રીવર્સ દસ્તાવેજ કરાવી આપતાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરનાઓના હસ્તે કૃપાબેનને તેઓની માલીકીના મકાનનો અસલ દસ્તાવેજ "તેરા તુજ કો અર્પણ" અંતર્ગત પરત સોંપવામાં આવેલ છે. આમ ભોગ બનનાર કૃપાબેનને પોતાના મકાનનો દસ્તાવેજ પરત કરાવી આપી અરવલ્લી જિલ્લા પોલીસે પ્રશંસનીય કામગીરી છે
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
