<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ છતાં મતદાર યાદીનું અપડેટ થશે, ૨૦૦૨ અને ૨૦૨૫ની યાદીની થશે સરખામણી

કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર અમુક ચોક્કસ વિસ્તારના મતદારોના નામ યાદીમાંથી કાઢી રહી છે

ગાંધીનગર: ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ અને રજૂઆતો છતાં મતદાર યાદી અપડેટ કરવાનું કામ ચાલુ રહેશે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૦૨ અને ૨૦૨૫ની મતદાર યાદીની ખાસ સરખામણી કરવામાં આવશે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર અમુક ચોક્કસ વિસ્તારના મતદારોના નામ યાદીમાંથી કાઢી રહી છે, પરંતુ ચૂંટણી પંચે આ કામગીરીને નિયમિત પ્રક્રિયા ગણાવી છે.

(8:07 PM IST)