News of Wednesday, 17th September 2025
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને લઈને ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો : 2800 જેટલા કર્મચારીઓને રૂપિયા 1400 કરોડ ચૂકવવા આદેશ
3 મહિનામાં આ તમામ વળતર ચૂકવા આદેશ કર્યો : જો આ વળતર ના ચૂકવાય તો જવાબદાર અધિકારીને ₹ 25 હજાર દંડ કરવા પણ આદેશ કર્યો

અમદાવાદ : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો આપ્યો છે, . MPHWs ને લઈને કોર્ટના હુકમના તિરસ્કારની અરજીમાં હાઇકોર્ટનો નિર્દેશ. 2800 જેટલા કર્મચારીઓને રૂપિયા 1400 કરોડ ચૂકવવા આદેશ કર્યો છે. 3 મહિનામાં આ તમામ વળતર ચૂકવા આદેશ કર્યો છે. જો આ વળતર ના ચૂકવાય તો જવાબદાર અધિકારીને ₹ 25 હજાર દંડ કરવા પણ આદેશ કર્યો છે. વર્ષ 2003 – 2012 સુધી હંગામી ભરતીની નોકરી સળંગ ગણીને લાભ આપવાને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી. હાઇકોર્ટે કામદારોના હિતમાં ચુકાદો આપ્યો છે , હાઇકોર્ટના ચુકાદા સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી સુપ્રીમ કોર્ટે સરકારની અપીલને ફગાવી દીધી છે. સરકારની હાર બાદ પણ ચૂકવણી ના થતા કામદારોએ કોર્ટના હુકમના તિરસ્કારની અરજી. કરી હતી
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
