News of Wednesday, 17th September 2025
આવનારા નવરાત્રી, દિવાળીના તહેવારોને ઘ્યાને રાખી રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરના સાંકડા માર્ગો પરથી દબાણ દૂર કરાતા રાહત
દોલત બજારથી શાક માર્કેટ રોડ પર દુકાનો બહાર લટકતા લટકણિયાં અને અન્ય દબાણ દૂર કરાયા: હરસિધ્ધિ માતાના મંદિર પાસેના દબાણ પણ દૂર કરાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા ખાતે આવેલા મુખ્ય બજાર અને શાક માર્કેટ રોડ ઉપર પહેલા કરતા દુકાનો ઘણી વધી છે જેના કારણે કેટલીક દુકાનો બહાર દબાણો પણ વધતા લોકોને પગપાળા જવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે આવનારા નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારોને ધ્યાનમાં રાખી આજરોજ રાજપીપળા નગરપાલિકાની ટીમ દ્વારા મુખ્ય બજાર માં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સાથે સાથે રાજપીપળા હરસિધ્ધિ મંદિર નજીક આવેલા દબાણો પણ પાલિકા ટીમે હટાવ્યા હતા.
રાજપીપળા નગરપાલિકાના ઇજનેર હેમરાજસિહ રાઠોડ , પૃથ્વીસિંહ સેલોટ અને એસઆઈ બનવારીભાઈ સહિત પાલિકાની ટીમે રાજપીપળા દોલત બજાર થી શાક માર્કેટ પર આવેલી દુકાનો બહાર મુકેલા પુતળા, લટકણિયાં, બામ્બુ માં ઊભી કરેલ તાડપત્રી જેવી દબાણ કરતી વસ્તુઓ હટાવડાવી રસ્તા પર ના દબાણ દૂર કરતા આ માર્ગના દબાણો હટતા ત્યાં ખરીદી કરવા આવતા જતા લોકો ને રાહત થઇ હતી
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
