News of Wednesday, 17th September 2025
ભૂંડોને ભગાડવા મૂકેલા ઝાટકા મશીને મનાવીનો જીવ લીધો
નાંદોદ તાલુકાના વાઘેથા ગામમાં ઝાટકા મશીનનો શોર્ટ લાગતા આધેડ વ્યક્તિનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેથા ગામમાં એક આધેડ વ્યક્તિને ઝાટકા મશીનનો કરંટ લાગતા મોત નિપજ્યું હતું
નર્મદા જિલ્લાના કેટલાક ગામોના ખેતરોમાં ભૂંડ (ડુક્કર)નો ત્રાસ વધારે છે, આ ડુક્કરો પાકને નુકશાન કરતા હોવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં ઝાટકા મશીન મૂકે છે, આ મશીનમાં અમુક મામૂલી કરંટ લાગતા ડુક્કરો કરંટના ઝટકાના કારણે ભાગી જાય છે, પરંતુ આ મશીનથી એક વ્યક્તિને કરંટ લાગતા તેમનું મોત થયું છે.
મળતી વિગતો અનુસાર અતુલભાઇ મણીલાલભાઇ વસાવા (રહે. વાઘેથા, મંદીરફળીયુ, નીચલીખડકી તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમના પિતાજી મણીલાલભાઇ વજુલાલભાઇ વસાવા (ઉ.વ.આ.૫૮) (રહે.વાઘેથા, મંદીર ફળીયુ, નીચલી ખડકી તા.નાંદોદ જી.નર્મદા) નાઓને તા.૧૬/૦૯/૨૦૨૫ ના સવારે ૧૦/૩૦ વાગે ગામના નગીનભાઇ મગનભાઇ બારીયાના ખેતરના શેઢા ઉપર ઝાટકા મશીનનો શોર્ટ લાગતા તેમનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ આમલેથા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
