News of Wednesday, 17th September 2025
રાજપીપળા વોર્ડ.5 ના કોર્પોરેટર પ્રગ્નેશ રામીએ પીએમ મોદીના જન્મ દિવસે મહાદેવ મંદિરે જળાભિષેક કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી નો જન્મ દિવસ હોય આખા દેશભર મા કરોડો ની સંખ્યા માં તેમના સમર્થકો અને બીજેપી હોદ્દેદારો એ અલગ અલગ રીતે તેમના જન્મ દિવસની ઉજવણી કરી જેમાં નર્મદા જિલ્લામાં દરેક તાલુકા કક્ષા એ બ્લડ ડોનેશન કેમ્પ કર્યો, ત્યારે રાજપીપળા દરબાર રોડ સ્થિત શ્રી પંચમુખી મહાદેવ ના મંદિરે વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર પ્રગ્નેશ રામી પણ પીએમ મોદી ના ચાહક અને બીજેપી ના હોય તેમણે મહાદેવ મંદિરે તેમના સમર્થકો સાથે શિવલિંગ પર જળાભિષેક કરી મોદીજી ના સ્વાસ્થ્ય અને શાસન બાબતે મહાદેવને પ્રાર્થના કરી હતી.
આમ ગુજરાતના પનોતા પુત્ર આત્મનિર્ભર ભારતના પ્રણેતા, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
