<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

રાજપીપળાના સડક ફળીયા મોતી મહેલની સામે થયેલી મારામારીમાં એટ્રોસિટી અને ધમકીની ક્રોસ ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેરના સડક ફળીયામા બે જૂથો વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ છે

    મળતી માહિતી મુજબ પ્રથમ ફરિયાદમાં તા.૧૫/૦૯/. ૨૦૨૫ ના રોજ રાતના આશરે આઠેક વાગ્યાના સુમારે સડક ફળીયા મોતી મહેલની સામે રાજપીપલા ખાતે જઈ સાગરભાઈ નામનો યુવાન પોતાના મિત્રો સાથે મસ્તી કરતા હતા તે વખતે ફરીયાદી અનુસુચીત જનજાતીના હોવાનુ જાણવા છતા તુ કેમ આ લોકો સાથે મસ્તી કરે છે તેમ કહી ગુરપરનિતસિંગ નામના વ્યક્તિ એ ગાળો બોલી હોય ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ જઈ તમે જાતી વિષયક શબ્દો બોલી તેના હાથમાં પહેરેલ કડુ કાઢી સાગરભાઈને ડાબી આંખની ભ્રમર ઉપર મારી દેતા ચામડી ફાટી લોહી નિકળતા તથા ડાબા હાથે તથા જમણા હાથના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય એટ્રોસિટીનો ગુનો દાખલ થયો છે.
જ્યારે સામા પક્ષે ગુરપરનિતસિંગ એ આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ તેમના મિત્રો મુન્નભાઇની ચિકનની દુકાને બેઠા હતા તે વખતે સાગરભાઇ એ રાજપીપળા સડક ફળીયા ખાતે તેમની પાસે આવી મને તુ કેમ સલામ કરતો નથી, સલામ મારવાનું ભુલી ગયો છે તેમ કહી તેમને ગાળો બોલવા લાગતા ગાળો બોલવાની ના પાડતા તેણે  ડાબા ગાલ તથા કાન પાસે ત્રણ તમાચ મારી ઇજા કરી તથા કુષાલભાઇ તથા નિકુંજભાઇ નાઓએ તેમને બરડાના ભાગે પાઇપ મારી ઇજા કરી તથા ડાબા પગના સાથળના ભાગે ઇજા કરી એક બીજાની મદદગારી કરી  જાનથી મારી નાખવાની દમકી આપતા રાજપીપળા પોલીસે બંને પક્ષ ની ફરિયાદ લઈ કાયદેસર કાર્યવાહી કરી છે

(10:33 PM IST)