News of Wednesday, 17th September 2025
મહેસાણાના નંદાસણ નજીક ડૉ પ્રવીણ તોગડિયાની સ્કોર્પિયો કારનું ટાયર ફાટ્યું
એસ્કોર્ટ ગાડીમાં પ્રવીણ તોગડિયા અમદાવાદ રવાના થયા : ઘટના સ્થળે નંદાસણ પોલીસ કાફલો ખડકી દેવાયો

મહેસાણાના નંદાસણ નજીક ડૉ પ્રવીણ તોગડિયાની સ્કોર્પિયો કારનું ટાયર ફાટ્યું હતું. બુલેટ પ્રૂફ ગાડીનું અચાનક ટાયર ફાટ્યું હતું. પાનલપુરથી અમદાવાદ જતા નંદાસણ નજીક આ ઘટના બની હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ છે પ્રવીણ તોગડિયા. ડૉ પ્રવીણ તોગડિયા પોતાના સુરક્ષા કાફલા સાથે પ્રવાસ કરી રહ્યા હતા. કાફલો નંદાસણ નજીક પહોચતા ગાડીનું ટાયર ફાટ્યું. મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ, પ્રવીણ તોગડિયા સલામત છે. બીજી ગાડીમાં પ્રવીણ તોગડિયા કાફલા સાથે અમદાવાદ રવાના થયા હતા. એસ્કોર્ટ ગાડીમાં પ્રવીણ તોગડિયા અમદાવાદ રવાના થયા છે. ઘટના સ્થળે નંદાસણ પોલીસ કાફલો ખડકી દેવાયો છે. નંદાસણ પોલીસ દ્વારા તેમની ગાડીને સુરક્ષા આપવામાં આવી છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
