<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

હિંમતનગર :વિદેશના વર્ક વિઝા અપાવવાના બહાને અનેકને છેતરનારા સિકંદર લોઢા અને સમન લોઢા યુપીથી ઝડપાયા

કૌભાંડી પિતા-પુત્ર ઝડપાતા અનેક રાઝ ખૂલવાની સંભાવના: અનેક રાજ્યના લોકો સાથે વિદેશના વર્ક વિઝા અપાવવાના બહાને છેતરપિંડી આચરી હતી

હિંમતનગરના સિકંદર લોઢા વિઝા છેતરપિંડી મામલે પોલીસને સફળતા મળી છે. આરોપી સિકંદર લોઢા અને સમન લોઢાની ધરપકડ કરાઈ છે. DySPની SIT ટીમે પિતા-પુત્રને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યા છે. પિતા-પુત્રને પ્રયાગરાજથી ઝડપી લઇ હિંમતનગર લવાયા છે. આવતીકાલે SIT દ્વારા ઝડપેલા આરોપીને રજૂ કરાશે. કૌભાંડી પિતા-પુત્ર ઝડપાતા અનેક રાઝ ખૂલવાની સંભાવના છે. અનેક રાજ્યના લોકો સાથે વિદેશના વર્ક વિઝા અપાવવાના બહાને છેતરપિંડી આચરી હતી. અનેક પાસપોર્ટ પોતાની પાસે દબાવી રાખ્યા હતા. છેતરાયેલા લોકોએ રૂપિયાની ઉઘરાણી કરતા પિતા-પુત્ર ઓફિસ બંધ કરી ભાગી છૂટ્યા હતા.

(11:04 PM IST)