<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

દાંતીવાડા ડેમની સપાટી ભયજનક સપાટી ૬૦૪ ફૂટની નજીક પહોંચી: સવારે ૧૧ વાગ્યાથી ડેમમાંથી ૨૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય

તંત્ર દ્વારા નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ

બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા ડેમની સપાટી ભયજનક સપાટી ૬૦૪ ફૂટની નજીક પહોંચી ગઈ છે, જેના કારણે ડેમમાં પાણીનો જથ્થો વધવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આવતીકાલે સવારે ૧૧ વાગ્યાથી ડેમમાંથી ૨૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. હાલ ડેમની સપાટી ૬૦૨ ફૂટની આસપાસ છે, અને સાવચેતીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે.

 

(12:45 AM IST)