હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 18th September 2025
આણંદ કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર બહેનોએ વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું
કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવીને "સમાન કામ, સમાન વેતન" ની માગ કરી

આણંદ કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવીને "સમાન કામ, સમાન વેતન" ની માગ કરી હતી. આ ઉપરાંત, ટેકોની કામગીરી માટે મોબાઇલ ફોનની સુવિધા પૂરી પાડવાની પણ માગણી કરવામાં આવી હતી. આશા વર્કર બહેનોએ તેમની માગણીઓ અંગેનું આવેદનપત્ર કલેક્ટર કચેરીના ચીટનીશને સુપરત કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય હેતુ આશા વર્કર બહેનોના કામના બોજ અને મહેનતાણાના મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવાનો હતો.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
