<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

સુરતના ઉમરા વિસ્તારમાં શાળામાં વિદ્યાર્થી પર લોખંડના સળિયાથી હુમલો: વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી

વાલીઓએ હુમલો કરનાર વિદ્યાર્થી અને ખાસ કરીને સ્કૂલના ઉપ-GS સામે કડક કાર્યવાહી કરવાની અને પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી

સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી ધનજીશા રૂસ્તમજી ઉમરીગર સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં સ્કૂલના જ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્કૂલના GS (જનરલ સેક્રેટરી) અને ઉપ-GS વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક અન્ય વિદ્યાર્થી વચ્ચે પડતાં તેના પર લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને ઈજા થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પીડિત વિદ્યાર્થીના વાલીઓ અને અન્ય વાલીઓ સ્કૂલ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. વાલીઓએ હુમલો કરનાર વિદ્યાર્થી અને ખાસ કરીને સ્કૂલના ઉપ-GS સામે કડક કાર્યવાહી કરવાની અને પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે.

(1:13 AM IST)