<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

નવરાત્રિમાં મુંબઈ-અમદાવાદના ફલાઈટના ભાડાં ત્રણ ગણાં થયાં: ૧૧ ટ્રેનો હાઉસફુલ !

ફલાઇટોમાં મોડી સાંજ, રાતની ફલાઇટોનાં ભાડાં ૧૧,૦૦૦ સુધી પહોંચ્‍યાં શતાબ્‍દી, તેજસ, ડબલ ડેક્કર સહિતની ટ્રેનોમાં વેઇટિંગ, તત્‍કાલ કવોટા પર આધાર રાખવો પડશે મુંબઇ સહિતના મેટ્રો શહેરમાં વસતા ગુજરાતી પરિવાર ગરબા માણવા વતન આવવા આતુર

અમદાવાદ તા.૧૮: ગુજરાતની નવરાત્રિ વિશ્વપ્રસિદ્ધ હોવાથી દેશ વિદેશથી લોકો ગરબા કરવા અમદાવાદ આવતા હોય છે. હાલ મુંબઈથી અમદાવાદ આવતા લોકોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેને લઈને ૯ દિવસ સુધીની અમદાવાદ આવતી વિવિધ ટ્રેનો અત્‍યારથી હાઉસફુલ થઈ ગઈ છે. જ્‍યારે મુંબઇથી અમદાવાદનું વન-વે નું ભાડું ત્રણેક ગણું વધીને ૧૧,૧૫૧ સુધી પહોંચી ગયું છે. સામાન્‍ય રીતે ત્રણથી ચારેક હજારના વિમાની ભાડામાં મુંબઇથી અમદાવાદ અવાતું હોય છ ે પરંતુ નવરાત્રિમાં અમદાવાદ આવતા મુંબઇના ખૈલાયાઓને લઈને વિમાની ભાડા પર અસર જોવા મળી રહી છે. પ્રવાસીઓની સંખ્‍યામાં જબરદસ્‍ત વધારો જોવા મળતા મુંબઈ-અમદાવાદ વચ્‍ચે દોડતી ૧૧ ટ્રેનોમાં નવરાત્રિના વિવિધ દિવસમાં સ્‍લીપર ક્‍લાસમાં હાઉસફુલના બોર્ડ વાગી ગયા છે.

ફલાઇટોમાં ખાસ કરીને મોડી સાંજ અને રાત્રિના સમયે નિકળતી ફલાઈટો માટે તો ભાડું વધું ઉંચુ દેખાઈ રહ્યું છે. એરલાઇન્‍સ કંપનીઓએ પણ ડિમાન્‍ડને ધ્‍યાનમાં રાખીને કેટલીક એડિશનલ ફલાઇટ્‍સ મુકવાની તૈયારી કરી છે. છતાંય મુસાફરોની સંખ્‍યા એટલી વધી ગઈ છ ેકે સીટ મળવી મુશ્‍કેલ બની રહી છે. શતાબ્‍દી એક્‍સપ્રેસ, તેજસ એક્‍સપ્રેસ, ડબલ ડેક્કર એક્‍સપ્રેસ જેવી લોકપ્રિય ટ્રેનોમાં તમામ કેટેગરીની સીટો વેઇટિંગ અથવા RAC માં જ ઉપલબ્‍ધ જોવા મળી રહી છે. અનેક મુસાફરોને તો કન્‍ફર્મ ટિકિટ માટે તત્‍કાલ ક્‍વોટા તરફ વળવું પડી રહ્યું છે. નવરાત્રિની ઉજવણીમાં ભાગ લેવા ગુજરાત જવા માંગતા NRI અને બહારગામના લોકોના કારણે પણ ટ્રાવેલ ડિમાન્‍ડ વધી ગઇ છે. અમદાવાદની નવરાત્રિ ખેલૈયાઓ માટે મહત્‍વની છે. કલબ ગાઉન્‍ડ, ગ્રુપ ગરબા ઓર્ગેનાઇઝર્સ અને ખાસ કાર્યક્રમો માટે લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડે છે.

મુંબઇથી અમદાવાદ આવતી કઇ ટ્રેનો નવરાત્રિમાં હાઉસફુલ

ટ્રેન નં.         કઇ તારીખે હાઉસફુલ

હાપા દુરન્‍તો ૧૨૨૬૭       ૨૫ સપ્‍ટેમબરથી ૧ ઓકટોબર સુધી

સૂર્યનગરી ૧૨૪૮૦         ૨૨ સપ્‍ટેમ્‍બર

બાન્‍દ્રા-ભાવનગર ૧૨૯૭૧ ૨૬ સપ્‍ટેમ્‍બર

અરાવલી એક્‍સપ્રેસ ૧૪૭૦૨  ૨૨ સપ્‍ટેમ્‍બરથી ૩ ઓક્‍ટોબર સુધી

કચ્‍છ એક્‍સપ્રેસ ૨૨૯૫૫    ૨૬ થી ૨૯ સપ્‍ટેમ્‍બર સુધી

સૌરાષ્ટ્ર મેલ ૨૨૯૪૫       ૨૬ થી ૨૯ સપ્‍ટેમ્‍બર સુધી

અજમેર સુપરફાસ્‍ટ ૧૨૯૮૯   ૨૭ સપ્‍ટેમ્‍બર

સયાજીનગરી ૨૦૯૦૭      ૨૬ થી ૨૯ સપ્‍ટેમ્‍બર સુધી

દાદર એક્‍સપ્રેસ ૧૪૮૦૮   ૨૭ સપ્‍ટેમ્‍બર

જોધપુર સુપરફાસ્‍ટ ૨૦૪૯૬   ૨૪ થી ૨૯ સપ્‍ટેમ્‍બર સુધી

પુને-ભુજ ૧૧૦૯૨  ૨૨ સપ્‍ટેમ્‍બર

મુંબઇથી અમદાવાદના વિમાની ભાડા

તારીખ              એરલાઇન્‍સ    ભાડું

૨૨ સપ્‍ટેમ્‍બર       ઇન્‍ડિગો-નોન સ્‍ટોપ    ૧૧,૧૫૧

૨૨ સપ્‍ટેમ્‍બર  આકાશા-નોન સ્‍ટોપ    ૧૦,૫૮૩

(10:08 AM IST)