તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Thursday, 18th September 2025
હવે નવરાત્રિમાં ‘ચાર ચાર બંગડી' વાળા સોંગ પર કિંજલ દવે ધૂમ મચાવશે
સિંગર કિંજલ દવેના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યાઃ નવરાત્રિ પહેલા જ લોકપ્રિય થયેલા ગીત ‘ચાર ચાર બંગડી' વાળા ગીત પરથી પ્રતિબંધ હટાવી દેવાયો છે અને હવે કિંજલ આ ગીતને સ્ટેજ પર રજૂ કરી કરશેઃ હાઇકોર્ટની મોટી રાહત

અમદાવાદ, તા.૧૮: નવરાત્રિ ૨૨ સપ્ટેમ્બરતથી શરૂ થવાની છે ત્યારે એ પહેલા હાઇકોર્ટે ગાયિકા કિંજલ દવે પરનો ચાર ચાર બંગડીવાળા લોકપ્રિય ગીત પરનો પરફોર્મન્સ સ્ટે હટાવી લીધો છે. આ સ્ટે ૩૦ જાન્યુઆરી ૨૦૨૪થી લગાવાયો હતો. જેનાથી કિંજલ દવેને આ ગીત પર પરફોર્મ કરવાનો પ્રતિબંધ હતો. હવે હાઇકોર્ટે ૮ અઠવાડિયા સુધી ચાલતી અપીલના બાદ આ સ્ટે દૂર કર્યો છે. જેના કારણે કિંજલ ફરીથી આ ગીત પર પરફોર્મ કરી શકે છે.
આ લોકપ્રિય થયેલા ગીતના કોપી રાઇટ મામલે રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ગાયિકા પર કેસ દાખલ કર્યો હતો. કંપનીના દાવા મુજબ આ ગીતના રાઇટ્સ પર હક ધરાવતી કંપનીએ, ગાયિકાની પરફોર્મન્સને રોકી દીધું હતું. કોર્ટમાં કેસ દાખલ થયા બાદ ૩૦ જાન્યુઆરી ૨૦૨૪થી સોંગ પર પરફોર્મન્સ પર સ્ટે મુકાયો હતો.
કેસને વિગતે જોતા વર્ષ ૨૦૧૯માં રેડ રીબન એન્ટરટેઈનમેન્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોર્ટમાં કિંજલ દવે, ય્ઝઘ્ મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે સિવિલ દાવો દાખલ કર્યો હતો. આ દાવો કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ની કલમ ૫૫ મુજબ દાખલ કરવામાં આવ્યો હતો. કાર્તિક પટેલ મ્યુઝિક કમ્પોઝર અને ગુજરાતી વીડિયો બનાવનાર વ્યક્તિ છે. તેનો દાવો હતો કે ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત તેણે બનાવ્યું છે. બાદમાં કિંજલ દવેએ આ ગીત યુ-ટયુબ ઉપર રિલીઝ કર્યું હતું. કિંજલ દવેએ આ ગીતની કોપી કરી હતી.
અરજદાર રેડ રિબને આ કેસમાં કિંજલ દવે સહિત મીડિયા કંપનીઓને આ ગીત સંબંધી તમામ પ્રવળત્તિઓ અટકાવવા માગ કરી હતી. તેમજ આ કેસ ફાઈલ થઈ અત્યારસુધી કરેલી કમાણી પર ૧૮ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માગ કરી હતી. કિંજલ દવે ૨૦૦ સ્ટેજ પરફોર્મન્સમાં આ ગીત ગાઈ ચૂકી છે. જેથી અરજદારે થયેલ નુકસાનીની પણ માગ કરી હતી.
જોકે અરજદાર કેસ સાબિત કરવામાં કોર્ટમાં નિષ્ફળ ગયા હતા. જેથી સિટી સિવિલ કોર્ટે ૩૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ગીતના કોપીરાઈટ મામલે કિંજલ દવે તરફે ચુકાદો આપ્યો હતો. પરંતુ ૧૫ દિવસ સુધી ઓર્ડરના અમલીકરણ પર રોક લગાવી હતી. કારણ કે અરજદારે અપીલ કરવા માટે રજૂઆત કરી હતી. એટલે ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી કિંજલ દવે આ ગીત જાહેર મંચ ઉપર ગાઈ શકી નહોતી.
ત્યારબાદ સિવિલ કોર્ટના ચુકાદા સામે એડવોકેટ ઋષવી શાહ મારફતે રેડ રીબન ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યું હતું. આ અપીલ જજ દેવેન દેસાઈની કોર્ટ સમક્ષ ચાલી રહી છે. જેની અંદર સિટી સિવિલ કોર્ટે કિંજલ દવે તરફે આપેલા ચુકાદાને મોકૂફ કરવા માગ કરવામાં આવી છે. જોકે, કિંજલ દવેના વકીલે અરજદારની અરજી સંદર્ભે એફિડેવિટ ફાઈલ કરવા સમય માગ્યો હતો. આથી કોર્ટે સમય આપતા કિંજલ દવેને કોર્ટની બીજી સુનાવણી સુધી જાહેરમાં વિવાદિત ગીત નહીં ગાઈ શકવાના સિટી સિવિલ કોર્ટના હુકમને ચાલુ રાખ્યો હતો. તેમજ સિટી સિવિલ કોર્ટ પાસેથી આ કેસને લગતો રેકોર્ડ મગાવ્યો હતો.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
