<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

ટીમ નરહરિ અમીન દ્વારા વડાપ્રધાનના જન્‍મદિન નિમિતે આરોગ્‍ય સેવાયજ્ઞ : રપ૦૦થી વધુ લોકોને લાભ

 

ગઇકાલે અડાલજ ગાંધીનગરમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિન નિમિતે યોજાયેલ રકતદાન કેમ્‍પ પ્રસંગે શ્રી નરહરિ અમીન, શ્રીમતી નીતાબેન અમીન, પંકજ દેસાઇ, રાજકુમાર ગુપ્તા, ઘનશ્‍યામભાઇ અમીન વગેરેએ રકતદાતાઓને પ્રોત્‍સાહીત કર્યા હતા. 

રાજકોટ, તા., ૧૮: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ૭૫ માં જન્‍મદિવસ પ્રસંગે હીરામણિ આરોગ્‍યધામ, અડાલજ  ગાંધીનગર ખાતે શ્રી નરહરિ અમીન (પ્રમુખ - જનસહાયક ટ્રસ્‍ટ અને સાંસદ રાજ્‍યસભા) તથા શ્રી રાજકુમાર ગુપ્તા (પ્રમુખ - ગુજરાત લોકસેવા ટ્રસ્‍ટ)ના સંયુક્‍ત ઉપક્રમે વોલન્‍ટરી બ્‍લડ ડોનેશન કેમ્‍પ, ફ્રી ઓ.પી.ડી. કન્‍સલ્‍ટેશન, ફ્રી બેઝીક હેલ્‍થ પ્રોફાઈલ, આંખના નંબરનું ફ્રી માં ચેકિંગ અને ફ્રી ચશ્‍મા વિતરણનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

કાર્યક્રમ દરમિયાન ૪૭૪ લાભાર્થીઓને  વિવિધ ૭ પ્રકારના બ્‍લડ ટેસ્‍ટ ફ્રી કરી આપવામાં આવ્‍યા છે. મેડિસિન, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, ડેન્‍ટલ, નેફોલોજી, ફિઝીયોથેરાપી, આયુર્વેદિક, નેચરોપથી અને હોમિયોપેથીના વિભાગના ૨૧૪ દર્દીઓને નિષ્‍ણાંત ડોકટરો દ્વારા ફ્રી ઓ.પી.ડી. કન્‍સલ્‍ટેશન પણ કરવામાં આવ્‍યું હતું.

આની સાથે સાથે અત્રેના કેમ્‍પની મુલાકાત લેનાર તમામ વ્‍યક્‍તિઓના આંખના નંબર ફ્રી માં ચેક કરી આપીને તેઓને નજીકના કે દૂરના જે પણ નંબર આવે તેના ચશ્‍મા પણ ફ્રીમાં આપવામાં આવ્‍યા હતા.  નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે સ્‍વૈચ્‍છિક રક્‍તદાન કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવેલ. કેમ્‍પ દરમિયાન ૧૫૩ બોટલ બ્‍લડ કલેક્‍ટ કરવામાં આવ્‍યું અને રક્‍તદાન કરનાર દાતાઓને ભેટ અપાઇ હતી. આ પ્રસંગે જનસહાયક ટ્રસ્‍ટનાં ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, ટ્રસ્‍ટના સેક્રેટરી આર. સી. પટેલ, જોઈન્‍ટ સેક્રેટરી પંકજભાઈ દેસાઈ, ટ્રસ્‍ટી રાજકુમારભાઈ ગુપ્તા, સીઈઓ ભગવતભાઈ અમીન, ગર્વનિંગ બોર્ડ ના સભ્‍યો પ્રવિણચંદ્ર અમીન, ઘનશ્‍યામભાઈ અમીન, હરિકળષ્‍ણભાઈ અમીન, મળદુલાબેન અમીન, આનંદ અમીન, પ્રશાંત અમીન અમરીશ પટેલ, ધર્મેશ પટેલ, જયેશભાઇ શાહ તેમજ રા.ક. મંત્રી સહકાર  જગદીશભાઈ વિશ્વકર્મા, દસક્રોઈ ધારાસભ્‍ય  બાબુભાઇ જમનાદાસ પટેલ તેમજ પ્રદેશ મીડિયા ટીમના સભ્‍ય હિતેષભાઇ પટેલ(પોચી), ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ગળહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા, ગુજરાત યુનિવર્સીટીના ભૂતપૂર્વ કુલપતિ ડો. પરિમલ ત્રિવેદી, નિવળત સિવિલ હોસ્‍પિટલ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ડો. પ્રભાકર, ભાજપના આગેવાન અને પૂર્વ કાઉન્‍સિલર  દિનેશભાઈ શર્મા, ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ  હાર્દિકસિંહ ડોડીયા, ઉરેનભાઈ પટેલ, ડો. વિદ્યુત દેસાઈ, ગાહેડ અમદાવાદના પ્રમુખ તેજસભાઈ જોશી, નવગુજરાત સમયના તંત્રીશ્રી અજયભાઇ ઉમટ,  ત્રિલોકભાઈ અગ્રવાલ, ઉપરાંત બ્‍લડ ડોનેશન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્‍પનો લાભ લેનાર અંદાજિત ૨૫૦૦ થી વધુ લાભાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

(1:35 PM IST)