<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

આગાહી અને યલો એલર્ટ વચ્‍ચે મેઘરાજાની હાઉકલીઃ રાજ્‍યના ૩૦ તાલુકાઓમાં ઝરમર થી ૩ ઇંચ વરસાદ

ઉકાઇ ડેમની જળસપાટી ૩૪૨.૩૩ ફૂટે પહોંચીઃ ઉકાઇ ડેમના ૮ દરવાજા ખોલી ૧૧૦૦૦૦ ક્‍યુસેક પાણી છોડવામાં આવ્‍યું

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ ભારે વરસાદની ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ વચ્‍ચે મેઘરાજાની હાઉકલી જણાય છે છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍યના માત્ર ૩૦ તાલુકાઓમાં ૧ મીમી થી લઈને ૭૦ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.ભાદરવા માસના અંતીમ દિવસોમાં મેઘરાજા કેટલાક વિસ્‍તારોમાં વરસી રહ્યા છે આ સાથે રાજ્‍યમાં સીઝનનો કુલ ૧૦૮.૬૩૦% વરસાદ નોંધાયો છે જેમાં હજુ સૌરાષ્ટ્ર માં ૯૩.૯૬%  વરસાદ નોંધાયો છે, એટલે હજુ સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ જણાય છે.મેઘરાજાના નરમ વલણ વચ્‍ચે આજે સવારે ૯ કલાકે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૩૪૨.૩૩ફૂટે પહોંચી છે, ડેમ માં ૧,૧૦,૮૪૦ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે એટલુંજ પાણી ૧,૧૦,૮૪૦ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમ ના ૮ દરવાજા ૬ ફુટ ખોલવા માં આવ્‍યા છે હાલ રૂલ લેવલ અનુસાર ડેમની ભય જનક સપાટી ૩૪૫ ફૂટ છે.(

(2:26 PM IST)