News of Thursday, 18th September 2025
ગુજરાત સરકારના મેરિટાઈમ બૉર્ડમાં ટેન્ડર અને પૉર્ટની સંવદેનશીલ માહિતી લીક કરવાનો કેસ આચરનારા રાષ્ટ્રીય અખબારના પત્રકાર મહેશ લાંગા સહિત ચાર શખ્સોની ધરપકડ બાદ કર્મચારી નિષિધ જાનીની ધરપકડ
ગુજરાત મેરિટાઈમ બૉર્ડના કર્મચારી નિષિધ જાનીની ધરપકડ બાદ આજે અદાલત સમક્ષ રજૂ : નિષિધ જાનીની સાથે અન્ય કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ ? તેમજ મહેશ લાંગા પાસેથી આરોપી નિષિધ જાનીએ કયો અને કેવી રીતે લાભ મેળવ્યો છે ? તેની પોલીસ દ્વારા તપાસ

અમદાવાદ તા.૧૮
ગુજરાત સરકારના મેરિટાઈમ બૉર્ડમાં ટેન્ડર અને પૉર્ટની સંવદેનશીલ માહિતી લીક કરવાનો કેસ ગત ઑક્ટોબર-2024માં ગાંધીનગર ખાતે નોંધાયો હતો. 200 બોગસ કંપનીઓ બનાવી કરોડો રૂપિયાનો GST Scam આચરનારા રાષ્ટ્રીય અખબારના પત્રકાર મહેશ લાંગા સહિત ચાર શખ્સોની ગત ઑક્ટોબર મહિનામાં ધરપકડ કરાઈ હતી. મહેશ લાંગા સામે આ અરસામાં ગાંધીનગર પોલીસે ગુજરાત મેરિટાઈમ બૉર્ડની કચેરીમાંથી સંવેદનશીલ દસ્તાવેજો લીક કરવાનો કેસ નોંધ્યો હતો. દસ્તાવેજોની ચોરીના કેસમાં Gandhinagar Police એ મેરિટાઈમ બૉર્ડના એક કારકૂનની બુધવારે રાતે ધરપકડ કરી છે.
પત્રકાર મહેશ લાંગાની જીએસટી કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી તે સમયે જ મેરિટાઈમ બૉર્ડમાંથી કેટલાંક સંવેદનશીલ દસ્તાવેજો લીક થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ તપાસમાં Gujarat Maritime Board Office માં કામ કરતા કોઈ કર્મચારી સાથે સાંઠગાંઠ કરીને Mahesh Langa એ વ્યક્તિગત ફાયદા માટે સંવેદનશીલ દસ્તાવેજો કઢાવ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી હતી. આ મામલે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન માં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 306, 316(5), 61(2) અને લાંચ રૂશ્વત અટકાયત એક્ટની કલમ 7(એ), 8(1), 12,13(1) અને 12(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ ગાંધીનગર એસડીપીઓ ડી.ટી.ગોહિલ પાસે છે.
મેરિટાઈમ બૉર્ડની ઑફિસમાંથી ટેન્ડર અને પૉર્ટની સંવદેનશીલ માહિતી લીક થઈ હોવાના પુરાવા ગત વર્ષે પોલીસને હાથ લાગ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર જિલ્લા પોલીસની અડધો ડઝન જેટલી ટીમે મેરિટાઈમ ઑફિસમાં દરોડા પાડ્યા હતા. આ મામલે ચાલેલી તપાસમાં Gujarat Maritime Board ના કર્મચારી નિષિધ અરૂણભાઈ જાની (રહે. અમદાવાદ)ની સંડોવણી સામે આવી હતી. તેને ફેફસાંની બિમારી હોવાથી તેઓ 6 મહિનાથી સારવાર હેઠળ હતાં. થોડાંક દિવસો અગાઉ નિષિધ જાનીએ નોકરી શરૂ કરી હતી. જેની જાણકારી તપાસ અધિકારી DySP Divyaprakash Gohil ને થતાં તેમણે તબીબનો અભિપ્રાય મેળવી નિષિધ જાનીની બુધવારે રાતે ધરપકડ કરી હતી.
રિમાન્ડ મેળવી સહ આરોપી મહેશ લાંગાની ધરપકડ કરાશે
ગુજરાત મેરિટાઈમ બૉર્ડના કર્મચારી નિષિધ જાનીની ધરપકડ બાદ આજે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યાં છે. Maritime Board Documents Leaked કરવાના પ્રકરણમાં નિષિધ જાનીની સાથે અન્ય કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ ? તેમજ મહેશ લાંગા પાસેથી આરોપી નિષિધ જાનીએ કયો અને કેવી રીતે લાભ મેળવ્યો છે ? તેની પોલીસ તપાસ કરી રહી છે. કેસમાં જરૂરી માહિતી તેમજ પુરાવાઓ મેળવવા માટે અદાલતમાં રિમાન્ડ મેળવવા અરજી કરાઈ છે. નિષિધ જાનીની ધરપકડ બાદ હવે ગમે તે સમયે ગાંધીનગર પોલીસ મહેશ લાંગાનો ટ્રાન્સફર વૉરંટથી કબજો મેળવશે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
