તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
કોંગ્રેસ છોડવાની વાત ખોટી :તાલીમ શિબિરમાં ગેરહાજર રહેલા પ્રતાપ દૂધાતે આંતરિક ખેંચતાણ અંગે મૌન તોડ્યું
દૂધાતે એવો આરોપ પણ મૂક્યો છે કે પાર્ટીમાં કોઈક વ્યક્તિએ હાઈકમાન્ડને તેમની વિરુદ્ધ મિસગાઈડ કર્યું છે. પ્રતાપ દૂધાતે સવાલ ઉઠાવ્યો છે કે કોણ છે જે હાઈકમાન્ડને તેમના વિરુદ્ધ ભડકાવી ગયું?

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક ખેંચતાણની અટકળો વહેતી થઇ છે, અને આ સ્થિતિનો સૌથી મોટો પુરાવો પ્રતાપ દૂધાતે આપ્યો છે. તાજેતરમાં યોજાયેલા કોંગ્રેસના તાલીમ શિબિરમાં ગેરહાજર રહીને ચર્ચાનો વિષય બનેલા પ્રતાપ દૂધાતે હવે આખરે મૌન તોડ્યું છે.
દૂધાતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટી છોડવાના નથી. પાર્ટી છોડવાની ચર્ચાઓને તેમણે ખોટી કહીને નકારી કાઢી છે. દૂધાતે એવો આરોપ પણ મૂક્યો છે કે પાર્ટીમાં કોઈક વ્યક્તિએ હાઈકમાન્ડને તેમની વિરુદ્ધ મિસગાઈડ કર્યું છે. પ્રતાપ દૂધાતે સવાલ ઉઠાવ્યો છે કે કોણ છે જે હાઈકમાન્ડને તેમના વિરુદ્ધ ભડકાવી ગયું? આ બધું તેમના જાણ બહાર થયું હોવાનું તેમણે જણાવ્યું. અહીં દૂધાતે સીધું નામ લીધા વગર પક્ષના આંતરિક જુથવાથ તરફ ઈશારો કર્યા છે.
અગાઉ તાલીમ શિબિરમાં દૂધાતની ગેરહાજરીની વાત પર પણ ઘણી ચર્ચા થઈ હતી. ખાસ કરીને કે.સી. વેણુગોપાલે દૂધાતની ગેરહાજરી અંગે ટકોર કરી હતી. સાથે જ, શિબિરમાં જીલ્લા કોંગ્રેસના નિષ્ક્રિય પ્રમુખો અંગે રાષ્ટ્રીય અધ્યક્ષે ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે જે કાર્ય નથી કરતા તેમને ઘરભેગા કરવાની જરૂર છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ, દૂધાતે પહેલીવાર મૌન તોડ્યું છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
