તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
ભરૃચમાં દૂધધારા ડેરીને લઈને રાજકારણ ગરમાયું
ચૂંટણીનું રાજકારણ પૂરજોશમાં ગરમાયુઃમનસુખ વસાવાના નિવેદન પર અરૃણસિંહ રાણાએ પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે અમે લડી લઈશું, પાછા નથી હટવાના

ભરૃચ,તા.૧૮
ભરૃચની દૂધધારા ડેરીની ચૂંટણીનું રાજકારણ પૂરજોશમાં ગરમાયું છે.
ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાના તાજેતરના નિવેદન બાદ પૂર્વ ડેરી ચેરમેન અને વર્તમાન હરીફ જૂથના નેતા અરુણસિંહ રાણાએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. રાણાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ ચૂંટણી લડશે અને પાછા હટશે નહીં. અરુણસિંહ રાણાએ મનસુખ વસાવાના નિવેદનને સમર્થન આપતાં કહ્યું કે મનસુખભાઈ જે બોલ્યા તે સાચું છે.
જોકે તેમણે પોતાના જૂથનો મક્કમપણે બચાવ કર્યો અને ઉમેર્યું હતું કે એક અરુણસિંહ નથી ૧૦૦ અરુણસિંહ છે લોકો. આ નિવેદન દ્વારા તેમણે દર્શાવ્યું કે તેમનું જૂથ લોકોના ટેકાથી મજબૂત છે. રાણાએ પોતાના પર લાગેલા આક્ષેપોનો જવાબ આપતા કહ્યું હતું કે હું તો ગરીબ જ છું મારી પાસે કશું ન મળે. તેમણે પ્રતિસ્પર્ધી ઉમેદવાર ઘનશ્યામ પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે ઘનશ્યામ પટેલ પાસે રોજનું સાડા ત્રણ લાખ લીટર દૂધ આવતું હોય તો પૈસા વહેંચે.
આ નિવેદન દ્વારા તેમણે ચૂંટણીમાં પૈસાના ઉપયોગ પર આડકતરો ઈશારો કર્યો હતો. ચૂંટણીમાં પૈસા અને પ્રજા વચ્ચેની પસંદગી અંગે તેમણે જણાવ્યું કે ચૂંટણીમાં પૈસા ચાલે કે પ્રજા એ તો ભગવાનને પૂછવું પડે. જોકે તેમણે દ્રઢતાપૂર્વક કહ્યું કે જો તેમની જીત થશે તો ખેડૂતોને દૂધના ભાવમાં વધારો કરીને સારો ભાવ આપવામાં આવશે. અરુણસિંહ રાણાએ અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે ડેરીનું સો ટકા કામ પૂરું કરીને રહીશું. આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે ભરૃચની દૂધધારા ડેરીની ચૂંટણી હવે વ્યકિતગત પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
