News of Thursday, 18th September 2025
વડોદરામાં રહેણાંક મકાનમાં એસઓજીની રેડ પડી
બે કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયોઃછુપી રીતે ગાંજાનું વેચાણ કરનાર કેરિયરની ધરપકડ કરી સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે

વડોદરા,તા.૧૮
વડોદરાના લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલા અમૃત નગરના રહેણાંક મકાનમાં એસ.ઓ.જીએ રેડ કરીને બે કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે છુપી રીતે ગાંજાનું વેચાણ કરનાર કેરિયરની ધરપકડ કરી સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.
વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ પર આવેલા અમૃત નગરમાં રહેતો આકાશ પરસોત્તમભાઈ બુંદેલા તેના મકાનમાં ગાંજાનો ગેરકાયદે સંગ્રહ કરીને છૂટકમાં વેચાણ કરે છે. તેવી બાતમી એસઓજી પોલીસને બાતમી મળી હતી. જે આધારે ૧૭ સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે રેડ કરી હતી. ત્યારે તેના ઘરમાંથી ૨ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની ગાડીઓ જોઈને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો અને એક મોબાઇલ મળી રૃપિયા રૃ.૨૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કેરિયર આકાશ બુંદેલા રાજસ્થાનના સરવનલાલ મીણા સાથે ટેલિફોનીક વાત કરીને ગાંજો ખરીદ્યો હતો. તેના રૃપિયા પણ ઑનલાઇન ચૂકવ્યા હતા. ત્યારે આકાશ બુધેલાને સરવનલાલ મીણા ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરીને ડિલિવરી આપવા માટે આવ્યો હતો.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
