તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 18th September 2025
રાજપીપલા APMCમાં દુધધારા ડેરીની ચૂંટણી માટે મતદાન થશે
નર્મદા જિલ્લાના પાંચ ડિરેકટરોની પશુપાલકો પસંદગી કરશે .

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપલા APMC ખાતે દુધધારા ડેરી ની ચૂંટણી માટે મતદાન થશે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલા ખેત ઉત્તપન બજાર સમિતિ APMC ખાતે ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, જેમાં નર્મદા જિલ્લાનો પણ સમાવેશ થાય છે તે દુધધારા ડેરીની સામાન્ય ચૂંટણી માત્ર નર્મદા જિલ્લાના મતદારો મતદાન કરશે. ચૂંટણી ના કારણે રોજ સુમસામ રહેતી ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં ચહલપહલ વધી જવા પામી છે. પ્રાંતઅધિકારીએ ગઈકાલે મતદાન મથકની મુલાકાત લઇ વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું હતું. APMC ખાતે નાંદોદ પૂર્વ, નાંદોદ પચ્છિમ , તેમજ ગરુડેશ્વર , ઝોન ઉપરાંત ડેડીયાપાડા અને સાગબારાના મતદારો મતદાન કરશે. આજની ચૂંટણીમાં ભાજપના ધુરંધર સહકારી આગેવાન ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલ સામે ડેરી ના વર્તમાન પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ ટકરાશે ત્યારે 20/9/25ના રોજ મત ગણતરી થશે ત્યારે મતદારોની પસંદગી જાહેર થશે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
