<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

મેફેડ્રોન ડ્રગ્સ (MD) રૂ. ૭૦,૦૦૦ ના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:મોટા શહેરોની જેમ હવે રાજપીપળામાં પણ મેફેડ્રોન ડ્રગ્સ (MD) નું વેચાણ થતું હોય કે હેરાફેરી થતી હોવાનું લાગી રહ્યું છે જેમાં નર્મદા એસ. ઓ.જી. ટીમે બાઝ નજર રાખી બે શખ્સોને આ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.

      મળતી માહિતી અનુસરવાવિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદાનાઓ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી માદક પદાર્થોની હેરાફેરી/વેચાણની પ્રવૃતિઓને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર વાય.એસ.શિરસાઠ એસ.ઓ.જી શાખા નર્મદા તથા પો.સ.ઈ. જે.એમ.લટા તથા એસ.ઓ. જી શાખાનાં માણસો દ્વારા મળેલ બાતમીના આધારે (૧) ફિરોજભાઇ લાલુભાઇ ઘોરી રહે.લાલ ટાવર, સિંધીવાડ, રાજપીપલા તથા (૨) આફતાબહુસેન ફિરોઝખાન સોલંકી રહે.ખત્રીવાડ, રાજપીપલા નાઓના કબજામાંની કાળા રંગની સુઝુકી એક્સેસ સ્કુટર નંબર-જીજે-૦૬-એમ.કે-૦૧૧૪ ની ગાડી સાથે રાજપીપલા જીન કંપાઉન્ડ સિકોતર માતાનાં મંદિર પાસેથી બંને ને પકડી પાડી તેમની ઝડતી તપાસ કરતા તેમની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ (MD) ૭ ગ્રામ કિ.રૂ. ૭૦,૦૦૦/- નો મળી આવ્યો હતો. જે ગેરકાયદેસરનો મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો તથા સુઝુકી કંપનીની એક્સેસ સ્કુટર કિ.રૂ.૫૦, ૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડા રૂ.૨૧,૦૦/- મળી કુલ રૂ.૧,૩૨,૧૦૦/નો મુદ્દામાલ કબજે કરી રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી (૧) પો.ઇન્સ.વાય.એસ.શિરસાઠ, (૨) પો.સ.ઈ. જે.એમ.લટા, (૩) એ.એસ.આઈ.રવિન્દ્રભાઇ ઈશ્વરભાઇ,(૪) એ.એસ.આઈ. દેવેન્દ્રસિંહ રામસિંહ, (૫)એ.એસ. આઈ.આંનદભાઇ સુકલભાઇ, (૬) એ.એસ.આઈ. દુર્વેશભાઇ ચંપકભાઇ, (૭) એ.એસ.આઈ. શૈલેન્દ્ર રૂપસીંગ, (૮) હે.કો.ચંદનભાઇ સંપતભાઇ, (૯) હે.કો. મનોજકુમાર શરણભાઇ, (૧૦) હે.કો. પાર્વતીબેન માનસિંગ, (૧૧) પો.કો. અલ્પેશભાઇ હિરાભાઇ,(૧૨) ડ્રા.હે.કો.કાલીદાસ રડતિયા, (૧૨) ડ્રા.હે.કો. સુનિલભાઇ ગોપલભાઇ નાઓ નો સમાવેશ થાય છે

(11:13 PM IST)