News of Thursday, 18th September 2025
નર્મદા જિલ્લામાં નવા સરપંચો દ્વારા ઇ-ગ્રામ વી.સી.ઈ.ને ક્નડગત ન કરવા તથા છુટા ન કરવા ટીડીઓને રજૂઆત
દેડિયાપાડા તાલુકાના પાનુડા અને ડુમખલ ગામમાં સરપંચો દ્વારા કનડગત થતી હોવાના આક્ષેપ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:હાલમાં ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થયેલ છે.જેમાં ઘણી ગ્રામ પંચાયતોમાં સરપંચો બદલાયેલ છે.જેથી ઘણી પંચાયતોમાં હાલમાં નિમાયેલા વી.સી.ઈ.ઓને જુના સરપંચો સાથે સારા સંબંધો હોય હાલમાં બદલાયેલ સરપંચો દ્વારા દ્વેશભાવના રાખી કનડગત કરવામાં આવે તેવી શક્યતા છે.તથા ઘણી ગ્રામ પંચાયતોમાં વી.સી.ઈ.ની બદલી કરવા માટે હાલમાં વાતો થઈ રહી છે.તમામ વી.સી.ઈ. ભાઈ-બહેનો દ્વારા બધી પંચાયતોમાં સારી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ પરીસ્થીતીમાં કામ કરવું તેમજ સંઘર્ષ ન થાય તે હેતુ થી હાલમાં નીમાયેલા વી.સી.ઈ.ને ખોટી રીતે હેરાન ન કરવામાં આવે તે માટે ઘટતું કરવા ટીડીઓ ને રજૂઆત કરવામાં આવી.
દેડિયાપાડા તાલુકાના પાનુડા ગ્રામ પંચાયત પર સરપંચ દ્વારા વી.સી.ઇ ને કનડ્ગત કરી છેલ્લા બે મહીનાથી વધુ સમયથી પંચાયત પર તાળું મારી દેતા સરકારની વિવિધ ડિજીટલ કામગીરી ખોરવાઇ ગઇ છે.
તથા દેડિયાપાડા તાલુકાના ડુમખલ ગ્રામ પંચાયત પર સરપંચ દ્વારા વી.સી.ઇ ને કનડ્ગત કરી પોતાની અંગત અદાવત રાખીને રાજકીય કિન્નાખોરી રાખીને પોતાના કુટુંબ ના અંગત વ્યક્તિની નિમણુક કરવા માગે છે. તે અંગે યોગ્ય કાર્યવાહી કરી ઘટતું કરવા આપને નમ્ર અરજ સહ વિનંતી છે.
દેડિયાપાડા તાલુકાના પાનુડા ગ્રામ પંચાયતને સરપંચએ બે મહિનાથી તાળું મારી દેતા કામગીરી તો અટવાઈ છે પરંતુ સરપંચને સરકારી કચેરી પર તાળું મારવાની સત્તા કોને આપી..? અને આ બાબત ઉપરી અધિકારીઓ જાણતા હોવા છતાં બે બે મહિના સુધી તાળું કેમ ના ખોલાવ્યું..? ગામના સરપંચની સાથે સાથે તાળાબંધી માટે તંત્ર ના અધિકારીઓ પણ એટલાજ જવાબદાર કહી શકાય.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
