News of Thursday, 18th September 2025
ડેડીયાપાડા તાલુકાના ચિકદા ગામે શિક્ષકોની ઘટ મુદ્દે વિદ્યાર્થીઓ સાથે હવે NSUI પણ મેદાનમાં
આ શાળામાં શિક્ષકો, ઓરડા, લેબોરેટરી જેવી અનેક સમસ્યા હોય વિધાર્થીઓની રજૂઆત બાદ NSUI મેદાનમાં આવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદાના ડેડીયાપાડા તાલુકાના ચિકદા ગામે શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓ દ્વારા અધિકારીને આવદેનપત્ર આપવામાં આવ્યું હતુ ત્યારબાદ આ ઘટનાં જોઈ હવે NSUI પણ મેદાનમાં આવ્યું છે, NSUI જિલ્લા પ્રમુખ તેજસ તડવી દ્વારા તેમની ટીમને ચીકદા ગામની શાળા ખાતે મુલાકાત માટે મોકલવામાં આવી હતી જેમા NSUI ના સોશિયલ મીડિયા પ્રમુખ યાકુબભાઈએ વિદ્યાર્થીઓ સાથે વાત કરી ત્યારે ખૂબ ચોંકાવનારા ખુલાસા થયા જેમાં...
1 શાળા મા શિક્ષકો ની ઘટ, 2 શાળામાં વિધાર્થી ને બેસવા માટે ઓરડા નથી, 3. સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે લેબ. નથી, 4 , વિદ્યાર્થીઓને એક ક્લાસ ની અંદર અભ્યાસ કરાવવો એ પણ કોમ્પ્યુટર માં ઓનલાઇન.
જેવા ઘણા મુદ્દાઓ બહાર આવ્યા છે ત્યારે આ ઘટનાં માં NSUI ના પ્રમુખ તેજસ તડવી ની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમા NSUI ના પ્રમુખ દ્વારા સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, NSUI ના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી બાળકો અભ્યાસ ન કરી શકે એવા ઉદેશ થી તેમજ સરકારી શાળાઓ બંધ કરી ને ખાનગી સ્કૂલોને માલા માલ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે જેવા ગંભીર આક્ષેપ સરકાર પર કરવામાં આવ્યા છે એટલુજ નહી NSUI ના પ્રમુખ દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યા નું નિરાકરણ નહી કરવામાં આવે તો આંદોલન ની ચીમકી પણ આપવામાં આવી છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
