<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

સ્‍વદેશી અપનાવોઃ ભાજપના નેતાઓને ત્રણ મહિના દુકાને દુકાને ફરવા કહેવાયું

આત્‍મનિર્ભર ભારત માટે MP-MLAને ટ્રેનિંગ અપાઈ ઘરે ઘરે જઈને નાગરિકોને સમજાવવા નેતાઓ બેઠકો યોજશે

અમદાવાદ,તા.૧૯: ૨૫મી સપ્‍ટેમ્‍બરથી ત્રણ મહિના ગુજરાતમાં ભાજપના નેતાઓ, ધારાસભ્‍યો, સાંસદોથી લઈને પદાધિકારીઓ આત્‍મનિર્ભર ભારત અભિયાન ચલાવશે. જેના માટે ગુરૂવારે અહીંના ટાઉન હોલમાં કાર્યશાળા યોજાઈ હતી. જેમાં પુર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભાજપના નેતાઓને દૂકાને દૂકાને જઈને વેપારીઓને ભારતમાં ઉત્‍પાદન થયેલા માલ-સામાનનુ વેચાણ કરવા અને નાગરિકો-વપરાશકર્તા ગ્રાહકોને ઘરે ઘરે જઈને બેઠકો કરીને પ્રોત્‍સાહિત કરવા કહેવાયુ હતુ.

ત્રણ કલાકની કાર્યશાળામાં ઉપસ્‍થિત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ- કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી સી.આર. પાટિલ અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે સંક્ષિપ્ત સંબોધન કર્યુ હતુ. પાટિલે કહ્યુ, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના ૭૫માં જન્‍મદિવસે સુરતમાં ૨૪૦  માર્કેટના વર્ચ્‍યુઅલ કાર્યક્રમમાં પાંચ હજાર વેપારી દ્વારા સ્‍વદેશી બનાવટની ઘડિયાળ પહેરવાનો સંકલ્‍પ કર્યો છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પાસે એવુ નેતૃત્‍વ છે કે જેના કારણે કોઈ વિકટ પરિસ્‍થિતિમાં સમર્પણ થવાને બદલે મક્કમતાથી દેશ લડી પટેલે સરકાર અને સંગઠન શકે છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર સાથે મળી આત્‍મનિર્ભર ભારતના આ અભિયાનને જનજન સુધી પહોંચાડશે તેમ કહ્યુ હતુ. ઉલ્‍લેખનીય છે કે, આ અભિયાન ૨૫મી ડિસેમ્‍બર સુધી ચાલશે. ત્‍યારબાદ રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચૂંટણીઓ જાહેર થશે. એથી, ભાજપ સ્‍વદેશી અભિયાનની સાથે સાથે પાલિકા-પંચાયતની ચૂંટણીઓની તૈયારી પણ કરી રહ્યુ છે તેવી ચર્ચા કાર્યશાળામાં હાજર સાંસદો- ધારાસભ્‍યોમાં હતી.

(9:53 AM IST)