News of Friday, 19th September 2025
આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી : 5 દિવસ રાજ્યમાં 30થી40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે
કેટલાંક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન: અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 5 દિવસ રાજ્યમાં 30થી40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે તથા વીજળીના કડાકા સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 5 દિવસ રાજ્યમાં 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલાંક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. તો અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રિની શરુઆતમાં હવામાનમાં પલટો આવી શકે છે. આગામી 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
