News of Friday, 19th September 2025
પાક નોંધણીમાં મુશ્કેલી હોય તો મારા કાર્યાલયનો સંપર્ક કરોઃ કુંવરજીભાઈ બાવળીયા
સેટેલાઇટ દ્વારા સર્વે કર્યો હોય કયાંક નોંધણી રદ થયાનો મેસેજ આવ્યો હોય તો ખેડુતોએ ઞભરાવવાની જરૂર નથીઃ રાજ્ય સરકાર ખેડુતોની સાથે છેઃ પાક નોંધણી રદ નહી થાય

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૧૯ :.. રાજ્યમાં ખરીફ ઋતુમાં મગફળી, મઞ,અડદ વગેરે ટેકાના ભાવે ખરીદી કરવા ખુબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ નોંધણી કરાવેલ છે જેમાંથી મોટા ભાગના ખેડૂતોના સર્વે નંબર ઉપર સેટેલાઈટ મુજબ પાક જોવા મળેલ છે રાજ્યમાં સાચા ખેડૂતોને અન્યાય ન થાય તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલમાં ખેડૂતના ખેતર પર પાક ઉભો છે ત્યારે તે અંગેની ચકાસણીની કામગીરી ચાલી રહી છે. જેમાં કોઇપણ ખેડૂતે કરેલ નોંધણી મેસેજ આવ્યેથી રદ થવાની નથી રાજ્ય સરકાર ખેડુતોની સાથે જ છે કોઈને અન્યાય નહી થવા દે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરીફીકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા ૧૦ ટકાથી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતોને SMS ના માધ્યમથી જાણ કરવામાં આવી છે પણ આ મેસેજથી ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર નથી તમામની નોંધણી કરી લેવામાં આવશે.
આ વિસ્તારનાં ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યુ છે કે નોંધણી અંઞે કોઈ ખેડુતોને મુશ્કેલીઓ હોય તો જસદણ, વિંછીયા, અને અમરાપુર નિવાસ સ્થાને મારૂ કાર્યાલય કાર્યરત છે તે સવારે ૦૮.૦૦ થી સાંજના ૦૬.૦૦ વાગ્યા સુધી કાર્યરત રહે છે ખેડૂતોને કોઈ પણ મુશ્કેલી હોય તો મારા કાર્યાલયનો રૂબરૂ અથવા ટેલીફોનીક સંપર્ક કરવો તેમ છતાં દર અઠવાડિયે હુ અમરાપુર નિવાસ સ્થાને તથા જસદણ કાર્યાલય ખાતે શનિ, રવિ આ વિસ્તારના પ્રશ્નો સાંભળુ છુ તો મને રૂબરૂ પણ મળી શકો છો. આ અંગે કોઈ મુશ્કેલી હોય તો મારા કાર્યાલયનો સંપર્ક કરી શકો છો.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
