<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

કઠિનમાં કઠિન પુલહાશ્રમની યાત્રા ગુરુકુલના ત્રણ સંતો સહિત 80 હરિભકતોએ પુરી કરી.

અમદાવાદા તા.17 શાસ્ર્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉપક્રમે હિમાલયની કઠિનમાં કઠિન પુલહાશ્રમની યાત્રા  ગુરુકુલના ત્રણ સંતો સહિત 80 હરિભકતોએ 17 દિવસમાં નિર્વિઘ્ને પુરી કરી. 

જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તાર બાપુનગર, નિકોલઅને વસ્ત્રાલનાતેમજ SGVPગુરુકુલનાત્રણ સંતોસ્વામી સર્વમંગલદાસજી, સાધુ શુકવલ્લભદાસજી સ્વામી,સ્વામી ધર્મતનયદાજી સ્વામી સહિત 80 ભાઇ બહેનો સહિત બે બસ દ્વારા નીલકંઠ પુલહાશ્રમનીયાત્રા નિર્વિઘ્ને પુરી કરી.તા.1સપ્ટેમ્બરે અમદાવાદ થી નિકળેલ યાત્રા ટોડલા,નાથદ્વારા,મથુરા,ગોકુલ,વૃંદાવન,છપૈયા, અયોધ્યા.ગોરખપુર,પોખરા,મુક્તિધામ,કાઠમંડુ,બુટોલપુર

જનકપુર,બુદ્ધગયા,બનારસ,પ્રયાગરાજ,ચિત્રકુટ,ઉજૈનઅનેઓમકારેશ્વર વગેરે તીર્થોની યાત્રાપુરી કરી તા.17 સપ્ટેંબરે કોઇ મુશ્કેલી વિના પાછા અમદાવાદા પરત ફર્યા છે----કનુભગત

(12:45 PM IST)